મોરબી : લેન્ડ ગ્રેબીંગ એક્ટ અન્વયે અરજદાર નિયત નમૂનામાં જિલ્લા કલેક્ટરને અરજી કરી શકશે

- text


નિયત નમૂનામાં ત્રણ નકલમાં અરજી કરી જરૂરી દસ્તાવેજો અને આધાર પૂરાવા રજૂ કરવાના રહેશે

મોરબી : રાજ્ય સરકાર દ્વારા ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબીંગ એકટ) બહાર પાડવામા આવ્યો છે. આ એક્ટની જોગવાઇ અનુસાર મોરબી જિલ્લામાં આ અંગેની અરજી કરવી હોઇ તો અરજદારે જિલ્લા કલેક્ટરને ઉદ્દેશીને ત્રણ નકલમાં અરજી કરવાની રહેશે.

આ અંગે નિવાસી અધિક કલેકટર કેતન જોષીની અખબારી યાદીમાં જણાવ્યાં મુજબ ગુજરાત જમીન પચાવી પાડવા ઉપર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ (લેન્ડ ગ્રેબીંગ એકટ) હેઠળ નિયત નમુનાની અરજી ત્રણ નકલમાં કલેકટર કચેરી ખાતે કરી શકાશે. કલેકટર કચેરી, પ્રાંત કચેરી, મામલતદાર કચેરથી ચલણ મેળવી રૂા. ૨૦૦૦/-ની ફી ચલણથી SBI બેંકમાં ભરવાની રહેશે. આ અરજીની સાથે જરૂરી દસ્તાવેજો અને પૂરાવાઓ રજૂ કરી અરજીના દરેક પાના ઉપર સહી કરીને ત્રણ નકલમાં રજૂ કરવાના રહેશે.

- text

- text