મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા હોદેદારોની બિનહરીફ વરણી કરાઈ

- text


મોરબી : મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘની મુદત ગત તા. 31 ઓક્ટોબરના રોજ પૂર્ણ થઈ હતી. પરંતુ પેટા ચુંટણી અને કોરોનાના વધતા જતા સંક્રમણને ધ્યાને લઇ ચાલુ બોડીને બે મહિનાનું એક્ષટેન્શન આપીને આજે એમ. પી. શેઠ ગર્લ્સ હાઇસ્કુલ ખાતે કારોબારી અને સામાન્ય સભા મળી હતી. જેમાં નવી બોડીની રચના કરવામાં આવી છે. જેમાં પ્રમુખ અને કારોબારીઓની બિનહરીફ વરણી કરવામાં આવી છે.

જે મુજબ પ્રમુખ તરીકે ભગવાનભાઈ એ. કુંભરવાડિયા, મહામંત્રી તરીકે વિશાલકુમાર એમ. ગોધાણી, ઉપપ્રમુખ તરીકે બી. એલ. પીઠીયા, ઉપપ્રમુખ તરીકે ટી. યુ. શેરસીયા, સહમંત્રી તરીકે એસ. એસ. કામદાર, સંગઠનમંત્રી તરીકે પી. કે. વરૂ, કોષાધ્યક્ષ તરીકે વી. વી. ચોપડા, અન્વેષક તરીકે બી. બી. ભોરણીયા, કાર્યાલયમંત્રી તરીકે વી. આર. કૈલાની નિમણુંક કરવામાં આવી છે.

આ ઉપરાંત, રાજ્ય કારોબારી તરીકે વી. એ. ડામોર, કારોબારી સભ્ય તરીકે એલ. એ. ગોહિલ, કારોબારી સભ્ય એચ. એ. કડીવાર (વાંકાનેર તાલુકો), પી. પી. લાખણોત્રા (હળવદ તાલુકો), જીગ્નેશભાઈ પરમાર (મોરબી તાલુકો), એસ. યુ. માથકિયા (ટંકારા તાલુકો), એસ. એ. શેરસીયાને પદભાર સોંપવામાં આવ્યો છે.

- text

 

- text