નાની વાવડી ગામમાં પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

- text


મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામમાં રહેતી એક પરિણીતાએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

નાની વાવડી ગામમાં રહેતા પૂનમબેન મેહુલભાઈ રૂપાલા (ઉ.વ. 35) એ આજે તા. 14ના રોજ સવારે પોતાના ઘરે અજાણ્યા કારણોસર ગળે ફાંસો ખાઈ લીધો છે. આથી, તેનું મોત નિપજ્યું છે. મૃતક પૂનમબેનના લગ્નને 8 વર્ષ જેટલો સમયગાળો થયો છે. તેમને સંતાનમાં એક 4 વર્ષની દીકરી અને એક 1 વર્ષનો દીકરો હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ દ્વારા આ કેસની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

- text

- text