23મીથી શાળા કોલેજો નહિ ખુલે : રાજ્ય સરકારની જાહેરાત

 

કોરોનાનો કહેર વધતા શાળા- કોલેજો ખોલવાનો નિર્ણય પાંછો ખેંચાયો

મોરબી : રાજ્ય સરકારે અગાઉ 23મીથી શાળા કોલેજો ખોલવાની જાહેરાત કરી હતી. જો કે કોરોનાને લઈને પરિસ્થિતિ વધુ વણસી રહી હોય સરકારે પોતાનો નિર્ણય પાછો ખેંચી લઈને 23મીથી શાળા કોલેજો ન ખોલવાની નવી જાહેરાત કરી છે.

રાજ્ય સરકારે 23મીથી ધો. 9થી 12 અને કોલેજોના શૈક્ષણિક વર્ગ શરૂ કરવાની કવાયત હાથ ધરી દીધી હતી. આ માટે વ્યવસ્થા ગોઠવવા બેઠકોનો દોર પણ ચાલી રહ્યો હતો. સરકાર દ્વારા સ્થાનિક કક્ષાએ ગોઠવાયેલી વ્યવસ્થાની સમીક્ષા પણ કરવામાં આવનાર હતી. તેવામાં કોરોનાએ માથું ઊંચક્યું હોય સરકારે શાળા કોલેજો ખોલવાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે. જેથી હવે 23મીથી શાળા કોલેજો ખોલવામાં નહિ આવે.