મોરબી : અહીં કેમ આવ્યો છો? તેમ કહીને યુવાનને માર માર્યો

- text


મોરબી : મોરબીમાં યુવાનને બે શખ્સોએ માર માર્યાની એ ડિવિજન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઇ છે. જેમાં હાલ રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં ચામુંડા પાનવાળી શેરીમાં રહેતા દાઉદભાઈ નૂરમામદભાઈ સમા (ઉ.વ.40) એ ઇકબાલ મકરાણી અને વિજય લોહાણા સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ મોરબી રહેતા તેમના સંતાનોને મળવા આવ્યા હતા અને પોતાના દીકરા સાથે નહેરુ ગેઇટ ચોક પાસે બેઠા હતા. ત્યારે આરોપીઓએ ત્યાં આવીને ફરિયાદીને અહીં એક આવ્યો તેમ કહીને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગે યુવાને ફરિયાદ નોંધાવતા એ ડિવિજન પોલીસે બન્ને શખ્સો સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text