મોરબીની આઈટીઆઈના આચાર્ય આર.જે.કૈલાનો સન્માન અને વિદાય સમારોહ યોજ્યો

- text


મોરબી: ગુજરાત રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગ તથા નિયામક રોજગાર અને તાલીમ હેઠળની સરકારી ઔધોકગીક તાલીમ સંસ્થા મોરબી ખાતેના આચાર્ય વર્ગ-૨ આર.જે.કૈલા તા.31/10/2020ના રોજ વય નિવૃત્તિ થતા હોવાથી તેઓની કાર્યસિદ્ધિ અને સંસ્થાના વિકાસમાં આપેલ અમૂલ્ય યોગદાનને બિરદાવી ભાવભીની વિદાય આપી હતી.

- text

ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ પ્રેરણાદાયક સન્માન/વિદાય સમારોહ તા.29/10/2020ના રોજ યોજવામાં આવ્યો હતો. જેમાં આઈએમસી-એફ-આઈટીઆઈ મોરબીના ચેરમેન સજુભાઈ ધમાસણા તથા સભ્યો મનોજભાઈ કકાસણીયા, દિલીપભાઈ આદ્રોજા, શૈલેષભાઈ વસનાની અને અમિતભાઈ કાસુન્દ્રા દ્વારા કૈલા સાહેબનું ભવ્ય સન્માન કરી પ્રસંશાપત્ર આપવામાં આવ્યો હતો. તેમજ સર્વશ્રેષ્ઠ તાલીમાર્થીનું પ્રસંશાપત્ર પ્રાપ્ત કરનાર યુવાન ઉદ્યોગપતિ, ઈટાકા સેનેટરિવેર, કેરા વિટ્રીફાઇડ,સેલવી સીરામીક, સોનેટ ટાઇલ્સના પાર્ટનર તાલીમાર્થી ઘુંટુંનિવાસી નરેશભાઈ સોરીયા દ્વારા કૈલા સાહેબ અને તેમના ગુરુ મેનેજર ઓલ ઇન્ડિયા કન્સલટીંગ સર્વસીઝ તથા આનંદ ન્યુઝ એજન્સીના પ્રોપરાઈટર આનંદભાઈના પિતાજી એસ.આર.જોષીનું ગોલ્ડ મેડલ તથા બેસ્ટ લેકચરના પ્રસંશાપત્ર સાથે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ સાથે આઈ.ટી.આઈ. મોરબી,ટંકારા, હળવદ,વાંકાનેર અને પ્રાદેશિક કચેરી રાજકોટના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા પણ ભવ્ય સન્માન કરી કૈલા સાહેબને અદ્દભુત, અલૌકિક અને અનન્ય હૃદય સ્પર્શી વિદાય આપવામાં આવી હતી.

- text