બ્રિજેશ મેરજા દ્વારા મોરબી શહેરમાં વોર્ડ વાઇઝ ડોર ટુ ડોર પ્રચાર અભિયાન શરૂ કરાયું

- text


છેલ્લા 3 દિવસો દરમ્યાન કુલ 9 વોર્ડમાં ભાજપના અગ્રણીઓ સાથે બ્રિજેશ મેરજા જનસમર્થન મેળવવા પ્રચારમાં જોડાયા

મોરબી : 65 મોરબી-માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીને લઈને છેલ્લા 3 દિવસોથી ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજાએ મોરબી શહેરના તમામ વોર્ડનું પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. ત્યારે રહેણાંક વિસ્તાર અને ધંધા-વ્યાપારી વિસ્તારોમાંથી મેરજા લોકોને રૂબરૂ મળી જનસમર્થન મેળવવા અપીલ કરી રહ્યા છે.

ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા છેલ્લા ત્રણ દિવસથી મોરબી શહેરના વિવિધ વોર્ડોની મુલાકાત લઈ રહ્યા છે. બે દિવસ પૂર્વે વોર્ડ નંબર 3, 4 અને 5માં અને ગઈકાલે વોર્ડ નંબર 8, 9 અને 10 જ્યારે આજે ગુરુવારે વોર્ડ નંબર 6, 7 અને 12 તથા મેઈન રોડ, પરાબજાર સહિતના વ્યાપારી વિસ્તારોમાં મેરજાએ મતદારો પાસે પોતાના માટે સમર્થન માંગ્યું હતું. ખાસ કરીને સાવસર પ્લોટ, મંગલભુવન, ખોજાખાના, પરાબજાર, શાક માર્કેટ, વસંત પ્લોટ, દાઉદી પ્લોટ, પરસોત્તમ ચોક, એવન્યુ પાર્ક, વાડી વિસ્તાર સહિતના વિસ્તારોમાં દુકાનદારોને ડોર ટુ ડોર મળી ભાજપના કમળને મોરબીમાં ખીલવવા અપીલ કરી હતી.

ઉપરોક્ત વિસ્તારમાં વેપારીઓએ મેરજાને સમર્થન આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને ઠેર ઠેર ફુલહરથી બ્રિજેશ મેરજાનું સ્વાગત કરાયું હતું. રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી, રાજકોટ શહેર મહામંત્રી વિક્રમ પુજારા, પૂર્વ ધારાસભ્ય તથા પૂર્વ કેબિનેટ મંત્રી ગોવિંદભાઇ પટેલ, જયરાજસિંહ જાડેજા, મોરબી શહેરના વિવિધ વોર્ડના કાઉન્સિલરો, જ્યોતિસિંહ જાડેજા, દિપક પોપટ, સુરભીબેન ભોજાણી, કિશોરભાઈ પલાણ, રુચિર કારીયા, વાંકાનેરના જીતુભાઈ સોમાણી સહિતના ભાજપ અગ્રણીઓ આ ડોર ટુ ડોર પ્રચાર અભિયાનમાં સાથે જોડાયા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text