ટંકારામાં માવઠાથી થયેલ પાક નુકસાનીનું ખેડૂતોને વળતર આપવા મામલતદારને આવેદન

- text


ટંકારા : ટંકારા તાલુકાના સરપંચ એસોસિયેસન દ્વારા ખેડૂતોને માવઠાના હિસાબે અતિ વરસાદથી થયેલ નુકસાનીનું વળતર આપવા મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે.

ગત તા. 18 ના રોજ થયેલ ભારે વરસાદના હિસાબે ખેડૂતોને ખેતરમાં મગફળીનો પાક તદન ફેલ ગયેલ છે અને મગફળીના પાથરા તથા મગફળીનો પાક પલળી ગયેલ છે. તથા કપાસનો પાક પણ વરસાદના હિસાબે ફેલ થયેલ છે. તો સરકારના પરિપત્ર મુજબ 15 ઓક્ટો. પછી 2 ઈંચથી વધુ વરસાદ પડેલ હોય ત્યાં નુકસાનીનું વળતર ખેડૂતોને સરકારના ધારા ધોરણો મુજબ આપવા રજૂઆત કરેલ છે. ટંકારા તાલુકામાં ગત તા. 18ના રોજ વરસાદ ત્રણ ઇંચથી પણ વધુ પડેલ છે. જેથી, ખેડૂતોને પારાવાર નુકસાની થયેલ છે. આથી, ખેડૂતોને તાત્કાલિક ધોરણે સહાય ચૂકવવામાં આવે. અને આ બાબતે સરકાર દ્વારા યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે તેવી રજુઆતમાં આપેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text