ટંકારા નજીક લૂંટના ગુનામાં પકડાયેલા ત્રણ આરોપીઓ 6 દિવસના રિમાન્ડ પર

- text


ટંકારા : ટંકારાના હડમતીયા નજીક પેટ્રોપ પંપના માલિકને માર મારીને કાર અને રોકડની લૂંટ કરનાર છ પૈકીના ત્રણ આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા અને આ ત્રણેય આરોપીની વિધિવત ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે ત્રણેય આરોપીઓના 6 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

થોડા સમય પહેલા ટંકારાના હડમતીયા નજીક ધાડપાડુ ગેંગ ત્રાટકી હતી. જેમાં હડમતીયા ગામ પાસે પેટ્રોપ પંપ નજીક અજાણ્યા શખ્સોએ પેટ્રોલ પંપના માલિકને માર મારી તેમની આઈ ટેન કાર અને રૂ.10 હજારની ધાડ પાડીને ફરાર થઈ ગયા હતા. દરમ્યાન એલસીબીની ટીમે ચોક્કસ બાતમીના આધારે રવિવારે રાજકોટ બાયપાસ પાસે આવેલ સોસાયટીમાં એક બાઇકની ચોરી કરીને ચોરાઉ બાઈક પર ટંકારાના લતીપર ચોકડી તરફ આવતા આરોપીઓ દિતિયાભાઈ રેમસિંગભાઈ પલાસિયા (ઉ.વ.30), ગિરધર રેમસિંગભાઈ પલાસિયા (ઉ.વ.33) અને ભાવસિંગ રેમસિંગભાઈ પલાસિયા (ઉ.વ.25 રહે હાલ રહે ત્રણેય ટંકારાના ટોળ ગામે)ને ચોરાઉ બાઈક અને રૂ. 7,500 રોકડા સાથે ઝડપી લીધા હતા. જ્યારે અન્ય ત્રણ ફરાર આરોપીઓ સુનિલ, કનિયા ભુરિયા, પિન્ટુ રીછું ભેંડા, સહાદર તરીકેની ઓળખ મળી હતી. જ્યારે પકડાયેલા ત્રણેય આરોપીઓની પોલીસે ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે આ ત્રણેય આરોપીઓના તા.12 સુધી એટલે છ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text