મોરબી પેટા ચૂંટણી માટેના ઇવીએમ સીસીટીવીથી સજ્જ સ્ટ્રોન્ગ રૂમમાં રખાયા

- text


વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં કરાઇ કામગીરી

મોરબી : ચૂંટણી પંચ અને વહિવટી તંત્ર દ્વારા મોરબી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦ ની તડામાર તૈયારીઓ પૂરજોશમાં ચાલુ કરી દેવામાં આવી છે. આજે મંગળવારે કલેક્ટરશ્રી જે.બી. પટેલ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમ પ્રથમ રેન્ડમાઇઝેશન કરવામાં આવ્યું હતું.

આગામી ૩જી નવેમ્બરે મોરબી વિધાનસભાની પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે ચૂંટણી પહેલા ઇવીએમ રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ચૂંટણી પંચના નિયમોનુસાર જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ તેમજ મોરબીના વિવિધ રાજકીય પક્ષોની હાજરીમાં વેર હાઉસમાંથી મોરબી પોલીટેક્નીક કોલેજ ખાતે સીસીટીવી થી આવરી લેવામાં આવેલ નિયત કરાયેલ સ્ટ્રોન્ગ રૂમમાં રાખવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

૬૫ – મોરબી વિધાનસભા બેઠક માટે ૪૧૨ મતદાન મથક નક્કી કરવામાં આવ્યા છે તદ્દનુસાર ૧૪૦ ટકા લેખે ૫૭૭ જેટલા બેલેટ યુનિટ અને ૫૭૭ કંટ્રોલ યુનિટ અને ૧૫૦ ટકા લેખે ૬૧૮ વીવીપેટ યુનિટ ફાળવવામાં આવ્યા છે.સમગ્ર કાર્યવાહી દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટરશ્રી જે.બી. પટેલ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એસ.એમ. કાથડ, મોરબી પ્રાંત અધિકારીશ્રી અને મોરબી માળીયા બેઠકના ચુંટણી અધિકારીશ્રી ડી.એ. ઝાલા સહિત જિલ્લા ચૂંટણી શાખાના અધિકારીઓ, કર્મચારીઓ, જિલ્લા સહિત રાજકીય પક્ષના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text