મોરબી જિલ્લામાં તંત્ર કોરોનાના કેસના આંકડા છુપાવતી હોવાનો આક્ષેપ

- text


 

આરોગ્ય વિભાગ કોરોનાના સાચા આંકડા જાહેર કરે : જાગૃત યુવા ટિમ

મોરબી : મોરબી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોના કેસ વધી ખૂબ ઝડપથી વધી રહ્યા છે તો તેનાથી મોત પણ થઈ રહ્યા છે જોકે મોરબી આરોગ્ય વિભાગ દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવી રહ્યા છે તે શંકા સ્પદ જણાઈ રહ્યા છે કારણ કે આ અંગે મોરબી જાગૃત યુવા ટીમ દ્વારા મોરબી સિવિલ હોસ્પિટલની રૂબરૂ તપાસ કરતા ચોંકાવનારી વિગત મળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

- text

જાગૃત યુવા ટિમના પંકજ રાણસરિયાએ જણાવ્યું હતું.કે તેઓએ સિવિલ હોસ્પિટલમાં મુલાકાત લીધી હતીઅને તેના તબીબોને મળતા સિવિલમાં અમુક સુવિધાઓ ન હોવાથી સિવિલમાં રિપોર્ટ થતા નથી જેથી મજબૂરીમાં દર્દીઓ ખાનગી લેબમાં રિપોર્ટ કરાવે છે.તો ખાનગી. લેબ તપાસ કરતા તેઓ દ્વારા કોરોના પોઝિટિવદર્દીઓની જાણ ન કરતા હોવાથી તંત્ર પાસે દર્દીઓના પૂરતા આંકડા મળતા નથી.મોરબીના ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધારે છે.જેની સરકાર દ્વારા નોંધ પણ લેવામાં આવતી નથી.અને આ જ કારણસર જેટલા કેસ જિલ્લામાં છે તેના કરતાં ઓછા આંકડા જાહેર થઈ રહ્યા સરકારી તંત્ર ખાનગી હોસ્પિટલના સંપર્કમાં રહી સચોટ આંકડા જાહેર કરે અને શક્ય તેટલા સાચા આંકડા જાહેરકરી લોકોને ગેર માર્ગે દોરવાનું બંધ કરી સ્થિતિની ગંભીરતાથી લોકોને વાકેફ કરવામાં આવે છે. તેવી પંકજભાઈએ માંગણી કરી હતી.

- text