દસ દિવસ પૂર્વે સગીરાને ભગાડી જનાર કાયદાના સંઘર્ષમાં આવેલો સગીર ચોટીલાથી ઝડપાયો

- text


ભોગ બનનાર સગીરા સાથે ચોટીલાથી ઝડપાયેલા સગીર સામે પોકસો સહિતની કલમો હેઠળ થશે કાર્યવાહી

મોરબી : દસ દિવસ પૂર્વે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરવયનો કિશોર એક સગીરાને ભગાડી ગયો હતો. ટેનકીકલ ટીમ તથા બાતમીદારોની માહિતીને આધારે નાસી છૂટેલા બન્ને સગીરવયના કિશોર-કિશોરીને ચોટીલા ખાતેથી શોધી કાઢી મોરબી ખાતે લાવવામાં આવેલ છે.

- text

ગત તારીખ 5 સપ્ટેમ્બરે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી સગીરાને ભગાડી જનાર કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરને ભોગ બનનાર સાથે ટેક્નિકલ ટીમ અને પૂર્વ બાતમીના આધારે ચોટીલા ખાતેથી શોધી કાઢવામાં આવ્યા હતા. બન્નેને હાલ મોરબી લઈ આવી કોવિડ-૧૯ ટેસ્ટની કાર્યવાહી બાદ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર સામે નોંધાયેલી આઈપીસી કલમ ૩૬૩, ૩૬૬ તથા પોકસો એક્ટ ૨૦૧૨ની કલમ ૧૮ હેઠળ નોંધાયેલા ગુન્હા સબબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરાશે. ઉક્ત કાર્યવાહી સી.પી.આઈ. મોરબી આઈ.એમ.કોંઢિયાના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. અનંતરાય ડી. પટેલ, પો.કોન્સ. વિક્રમસિંહ ભાટિયા દ્વારા કરવામાં આવી હતી.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text