મોરબીના લાયન્સનગરમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓ બુરવા નગરપાલિકાને રજૂઆત

- text


મોરબી : મોરબીના શનાળા બાયપાસ પાસે આવેલ લાયન્સનગર મેઈન રોડ ઉપર ગટરના પાણી ઉભરાય છે અને રોડ પર એકથી દોઢ ફૂટ જેટલા ઊંડા ખાડા પડી ગયા છે. જેથી, ખાડાઓમાં પાણી ભરાય જાય છે. તેમજ વારંવાર ખાડાઓમાં નાના-મોટા વાહનો ફસાય જાય છે. આ સમસ્યાના ઉકેલ માટે આ રોડ ઉપર મેટલ પથારવામાં આવે અને ખાડા બુરવામાં આવે તેવી રજુઆત સામાજિક કાર્યકર અબ્દુલભાઇ એમ. બુખારી દ્વારા નગર પાલિકાને કરવામાં આવી છે.

- text