મોરબી : કોન્ટ્રાક્ટરોની ડીપોઝીટમાંથી જ ખરાબ રસ્તાઓ ફરી નવા બનાવવા માંગ

- text


મોરબી : મોરબી શહેરમાં તાજેતરમાં બનેલા સિમેન્ટ રોડ તેમજ ડામર રોડ, જે તૂટી ગયેલ હોય આ રોડ, જે કોન્ટ્રાકટર દ્વારા બનાવવામાં આવેલ હોય, તેઓની ડિપોઝીટમાંથી ફરી વખત તાત્કાલિકના ધોરણે ફરી બનાવી આપવા બાબત ગુજરાત પ્રદેશ કોન્ગ્રેસ સમિતિના ઉપપ્રમુખ રમેશભાઈ રબારી દ્વારા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ લેખિત રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી શહેરમાં ભારે વરસાદના કારણે સમગ્ર મોરબી શહેરના ડામર રોડ તેમજ સિમેન્ટ રોડ તૂટી ગયેલ હોય જે રોડમાં ટર્મ્સ કન્ડીશન ગેરેન્ટી પીરીયડની હોય છે. છતાં પણ બનાવ્યાના ટૂંક સમયમાં જ તમામ રોડ-રસ્તાઓ તૂટી ગયેલ હોય છે. કોન્ટ્રાકટરો દ્વારા એકદમ નબળી કામગીરી કરવામાં આવતી હોય છે તેમજ રોડ-રસ્તાના કામકાજ માટે જે મટીરીયલ્સ વાપરવાનું હોય છે તે મટીરીયલ્સ વાપરતા જ નથી, જેને કારણે આવું બનતું હોય છે. અને આનો ભોગ મોરબીની ભોળી પ્રજા હાલમાં ભોગવી રહી છે. ત્યારે જે તે કોન્ટ્રાકટરે આ રોડ-રસ્તાના આવા નબળા કામો કર્યા છે તેની ડિપોઝીટ નગર પાલિકા પાસે પડી જ હશે. તે ડિપોઝીટમાંથી તેમજ તેમના દ્વારા જ પોતાના દ્વારા કરાયેલ નબળી કામગીરીના કારણે પોતાના ખર્ચે ફરી વખત મોરબીની પ્રજાને સારા ગુણવતા વાળા રોડ-રસ્તા તાત્કાલિકના ધોરણે બનાવી આપે તેવી આપની કક્ષાએથી કાર્યવાહી થવી જોઈએ.

- text

જે કોન્ટ્રાકટરો નગરપાલિકામાં આવી નબળી કામગીરી કરી મોરબીની પ્રજાની હાલાકી વધારે છે. તેઓને નગરપાલિકાના બ્લેક લીસ્ટમાં મૂકવા જોઈએ જેથી કરીને આવનારા સમયમાં કોન્ટ્રાકટર દ્વારા સારી કામગીરી થાય. તેમજ કોન્ટ્રાકટરોની સાથે સરપ્રાઈઝ ચેકીંગમાં જે નગર પાલિકાનો સ્ટાફ જતો હોય છે અને બિલ સહિત અન્ય પ્રકારની કામગીરી કરતા હોય છે તેની પણ જવાબદારી ફિકસ ગણી તેની ઉપર પણ પગલા લેવા જોઈએ. માટે કોન્ટ્રાક્ટર જેટલા જ નગ૨પાલિકાના આ વિભાગના કર્મચારી પણ એટલા જ દોષી છે.

- text