વાંકાનેર : ભારે વરસાદને પગલે પાક નુકશાનીની સહાય તાકીદે ચૂકવવા ધારાસભ્ય પીરઝાદાની રજૂઆત

- text


વાંકાનેર : ઓગષ્ટ માસમાં થયેલ ભારે વરસાદને કારણે ખેતીના પાકોને થયેલ નુકશાનની સહાય આપવા બાબતે વાંકાનેરના ધારાસભ્ય મહમંદજાવેદ પીરઝાદા દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

આ રજૂઆતમાં જણાવાયું છે કે સમગ્ર સૌરાષ્ટ્રમાં ઓગષ્ટ માસમાં ભારે વરસાદ થયેલ છે. જેના કારણે વાંકાનેર તાલુકામાં ખેતીના પાકોને ભારે નુકશાન થયેલ છે. અને પાક નિષ્ફળ ગયા છે. જેના કારણે ખેડુતોને ઘણી આર્થીક નુકશાની થયેલ હોઇ જેની ભરપાઇ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન (SDRF) મુજબ તમામ ખેડુત ખાતેદારોને તાત્કાલીક સહાય ચુકવવા માટેની કાર્યવાહી કરવાની થાય છે.

- text

વધુમાં, જણાવાયું છે કે, હાલમાં ખેતીવાડી ખાતા દ્વારા ગામવાઇઝ સર્વેની કામગીરી ચાલુ છે. પરંતુ ખેતરોમાં કે વાડીઓમાં વધુ પાણી ભરાઇ જવાના કારણે ખેતરોમાં કે વાડીઓમાં ફિલ્ડ વર્ક થઇ શકે તેમ નથી. તેમજ સંપુર્ણ પાક જ નિષ્ફળ ગયેલ હોય તો સર્વે કરવાનો કોઇ પ્રશ્ન જ ઉભો થતો નથી. જે પાક ઉભો છે, તેમાં પણ ઉત્પાદન મળવાની શક્યતા સાવ નહિવત છે. જેથી, સમગ્ર વાંકાનેર તાલુકાને અતિવૃષ્ટિ જાહેર કરી તમામ ખેડુત ખાતેદારોને નિયમોનુસાર સહાય ચુકવવા માંગણી છે.

- text