રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા નવા સભ્યોનો પદગ્રહણ સમારોહ યોજાયો

- text


ઇકો ફ્રેંડલી ગણપતિ સ્પર્ધા યોજાઈ

મોરબી : તા. 29/8/2020 ના રોજ રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા લૂક્સ ફર્નિચર ખાતે રોટરી ક્લબમા નવાં સભ્યોનો પદ ગ્રહણ સમારોહ રાખવામાં આવેલ હતો. જેમાં મોરબીના પિયુષભાઈ પુજારા, અબ્દેઅલી કાપડીયા, ડો. પ્રતિકભાઈ સોલંકી અને અમિતભાઈ પટેલ મોરબી રોટરી ક્લબમાં જોડાયા હતા. જેમાં ડિસ્ટ્રી ચેરમેન રોટરી એલ્યુમની (2020-21) રોટરીયન રાજવીરસિંહ સરવૈયાએ નવાં સભ્યોને શપથ લેવડાવ્યા હતાં.

આ ઉપરાંત, રોટરી ક્લબ ઓફ મોરબી દ્વારા આયોજિત ઇકો ફ્રેંડલી ગણપતિ સ્પર્ધામાં કુલ 65 સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો. જેમાં બે વિભાગ હતાં. એકથી પંદર વર્ષના વિભાગમાં પ્રથમ ગોહેલ પ્રાંજલ વિક્રમભાઈ, દ્વિતિય ઠોરીયા અદિતિ ભાવેશભાઈ અને તૃતીય દોશી રાશિ અમિશભાઈ અને પંદર વર્ષથી ઉપરના વિભાગમાં પ્રથમ નગવડીયા કમલેશભાઈ અમૃતલાલ, દ્વિતિય ક્રીશ્નાબેન કાકડીયા, અને તૃતીય પઢારીયા નિધિબેન જયેશભાઈને શીલ્ડ અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.

- text

આ સ્પર્ધામાં નિર્ણાયક તરીકે મોરબી અપડેટના એન્કર રવિભાઈ બરાસરાએ સેવા આપી હતી. તે બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રોજેક્ટના ચેરમેન રોટરીયન બંસી શેઠ અને રોટરીયન સિદ્ધાર્થભાઈ જોષી હાજર રહ્યા હતા. અને મોરબી રોટરી ક્લબના પ્રેસીડન્ટ અબ્બાસભાઈ લાકડાવાલા તેમજ સેક્રેટરી પરમાર રૂપેશ (કવિ જલરૂપ ) અને મોરબી રોટરીયન મિત્રો ઉપસ્થિત રહ્યા હતાં.

- text