રવાપર રોડના ખાડાનું પોલીસની હાજરીમાં માર્ગ-મકાન વિભાગ દ્વારા બુરાણ શરૂ કરાયું

- text


ડીવાયએસપી રાધીકા ભારાઇ ,પીઆઇ આલ,માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓએ માર્ગના ખાડાનું બુરાણ કરવા કામગીરી શરૂ કરાવી

મોરબી : મોરબીના રવાપર રોડ ઉપર તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે મસમોટા ખાડા પડી ગયા હતા.જેથી ટ્રાફિકજામ સર્જાતો હતો અને વાહન ચાલકો ઉપર અકસ્માતનું જોખમ તોળાતું હોવાથી આ ગંભીર બાબતને ધ્યાને લઈને ડીવાયએસપી રાધીકા ભારાઇ ,પીઆઇ આલ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીએ આ રોડ પરના ખાડાનું બુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી.

- text

મોરબીમાં મેઘપ્રકોપના કારણે માર્ગોને ભારે નુકસાન પહોંચ્યું છે.પહેલાથી ખરાબ હાલતમાં રહેલા રસ્તાઓની તાજેતરમાં પડેલા ભારે વરસાદથી પથારી ફરી ગઈ છે.જેમાં મોરબીના હાર્દ સમા અને અતિશય ટ્રાફિક ધરાવતા રવાપર રોડની ખરાબ હાલત થઈ ગઈ હતી.આ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા હતા.આ ખાડાઓને કારણે ટ્રાફિકજામ સર્જાતો હતો અને વાહન ચાલકો ઉપર અકસ્માતનું પણ જોખમ રહેતું હોવાથી આ ગંભીર મામલે ડીવાયએસપી રાધીકા ભારાઇ તેમજ એસઓજી પીઆઇ જે.એમ.આલ સહિતનાએ આર એન બીના અધિકારી આદ્રોજાને સાથે રાખી રવાપર રોડના ખાડાઓનું બુરાણ કરવાની કામગીરી હાથ ધરી હતી.

- text