મોરબીનુ નવું બસ સ્ટેશન થયું જળમગ્ન : મુસાફરોને પડતી પારાવાર હાલાકી

- text


લાતીપ્લોટ, માધાપર, કન્યા છાત્રાલય રોડ, શનાળા રોડ, મહેન્દ્રપરા સહિતના વિસ્તારોમાં જળ જમાવ યથાવત :

મોરબી : ગઈ કાલ સાંજથી છુટા છવાયા ઝાપટા સિવાય મોરબીમાં વરસાદે વિરામ લીધો છે. જો કે હજુ પણ મોરબીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા હોય અને નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે આ ભરાયેલા પાણીથી રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

મોરબીમાં મોટા ભાગના વિસ્તારોમાં ગઈ સાંજથી વરસાદનું જોર ઘટ્યું છે. વરસાદે વિરામ લીધો હોય એવી સ્થિતિમાં વાદળછાયાં વાતાવરણ વચ્ચે હજુ પણ ઘણા વિસ્તારોમાં જળ જમાવડાની સ્થિતિ છે. ખાસ કરીને મોરબીના નવા બસ સ્ટેશનમાં મુખ્ય ગેટથી લઈને ભરાયેલા પાણીને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઉપરાંત લાતી પ્લોટ મહેન્દ્રપરા, માધાપર અને કન્યા છત્રાલય રોડ સહિતના માર્ગો અને વિસ્તારોમાં પાણી ભરાયેલા હોય લોકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોના ઘરમાં ઘૂસેલા પાણીને કારણે બાળકો, વૃદ્ધો અને બીમાર લોકોને વધુ તકલીફ પડી રહી છે ત્યારે તંત્ર સત્વરે આ પાણીનો નિકાલ કરે એવી લોક માંગણી પ્રબળ બની છે. અન્યથા કોરોનાની મહામારી સામે ઝઝૂમતા લોકોને અન્ય રોગચાળાનો ભય સતાવી રહ્યો છે.

- text

- text