માળીયાના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50થી વધુ લોકો ફસાયા

- text


માળીયા પાસેનો કંડલા હાઇવે બંધ, વાહનોની કતારો લાગી, બેથી ત્રણ વાહનો તણાયા

મોરબી : મોરબીના મચ્છુ ડેમમાંથી પાણી મોટી માત્રામાં છોડતા મચ્છુ નદીકાંઠાના માળીયા પંથકના ગામોમાં વ્યાપક તારાજી થઈ છે. આથી, માળીયાના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50 થી વધુ લોકો ફસાયા હોવાની વિગતો મળી છે. જ્યારે પાણીના પ્રવાહથી માળીયા પાસેનો કંડલા હાઇવે બંધ થતા વાહનોની કતારો લાગી હતી. અને બેથી ત્રણ વાહનો તણાયા હોવાના અહેવાલ મળ્યા છે.

માળીયા પથકના મચ્છુ નદી કાંઠાના અનેક ગામોમાં મચ્છુ નદીના પાણી ફરી વળતા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાય ગયા છે. જો કે પાણીના જોરદાર પ્રવાહમાં માળીયાના ચીખલી ગામ પાસે 22 લોકો ફસાતા આ લોકોને એનડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે માળીયાના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50થી વધુ લોકો ફસાયા હોવાની વિગતો મળી છે.

આથી, હળવદ પ્રાંત અધિકારી ગંગાસિંહ સ્થળ ઉપર પહોંચી ગયા છે. તેમને જણાવ્યું હતું કે એનડીઆરએફની ટીમ ચીખલી પાસે રેસ્ક્યુ કરી રહી છે. ત્યાં રેસ્ક્યુની કામગીરી પુરી થયા બાદ માળીયાના વાંઢ વિસ્તારમાં પાણીના પ્રવાહમાં 50થી વધુ લોકોનું રેસ્ક્યુ કરાશે.

- text

જ્યારે મોરબી પાસેના કંડલા હાઇવે પાણીના પ્રવાહને કારણે બંધ થઈ ગયો છે. આથી, વાહનોની લાંબી કતારો લાગી છે. આ નેશનલ હાઇવે ઉપર એક કાર અને કન્ટેનર તણાય ગયા છે. જો કે આ વાહનોમાં કોઈ ફસાયું હોય તેવા વાવડ મળ્યા નથી. આ ઉપરાંત, મોરબીના કોંગ્રેસ અગ્રણી જેન્તીભાઈ પટેલ અને જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા સહિતનાએ માળીયા વિસ્તારની મુલાકાત લીધી હતી.


મોરબી : વરસાદની સ્થિતિ, ફોટા, વિડિઓ..જુઓ મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર..

મોરબી અપડેટના ફેસબુક પેઈજ પર જુઓ મોરબી જિલ્લામાં આજના વરસાદમાં વિવિધ વિસ્તારોની સ્થિતિ, ફોટો અને વિડિઓ..જુઓ..માત્ર મોરબી અપડેટના ફેસબુક પેઇજ પર..

#MorbiUpdate

https://www.facebook.com/morbiupdate/

 

- text