23 ઓગસ્ટ ( 11:15 pm) : મચ્છુ-2 ડેમ 85 ટકા ભરાયો : પાંચ દરવાજા ખોલવામાં આવે તેવી શકયતા

- text


 

મોરબી : મોરબીની જીવાદોરી સમાન મચ્છું-2 ડેમ 85 ટકા ભરાઈ ગયો છે. આજરોજ પડેલા ભારે વરસાદને કારણે સવારે 74 ટકા ભરાયેલો મચ્છું-2 ડેમ અત્યારે 85 ટકા ભરાઈ ગયો છે.હાલ ડેમમાં 70 હજાર ક્યુસેક પાણીની આવક હોય લેવલ જાળવી રાખવા હમણાં થોડી વારમાં ડેમના 5 દરવાજા બે ફૂટ સુધી ખોલવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

મચ્છું-2 ડેમના દરવાજા ખોલવામાં આવનાર હોય નીચાણવાળા વિસ્તારોના રહેતા લોકોને ત્યાંથી હટી જવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. વધુમાં જે લોકો પાસે રહેવાની વ્યવસ્થા ન હોય તેઓ પાલિકાના સંગ્રામસિંહ મો.નં. 9099923941નો સંપર્ક કરે તેવું જણાવાયું છે. પાલિકા દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકો માટે ગર્લ્સ હાઈસ્કૂલ અને બોયઝ હાઈસ્કૂલ એમ બે સ્થળોએ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

- text