મોરબીમાં રાત્રે 8થી 9 ઇંચ વરસાદ પડે તેવી શકયતા : તંત્ર એલર્ટ મોડ ઉપર

- text


 

સમગ્ર જિલ્લાની પરિસ્થિતિ ઉપર દેખરેખ રાખવા અધિક કલેકટર રાતભર કંટ્રોલ રૂમમાં રહેશે

મોરબી : મોરબી જિલ્લા માટે આજનો દિવસ તો કપરો રહ્યો છે. પરંતુ આજની રાત તેનાથી પણ વધુ કપરી રહે તેવી શકયતા હાલ સેવાઇ રહી છે. તંત્રના જણાવ્યા પ્રમાણે મોરબીમાં રાત્રે 8થી 9 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. જેથી તંત્ર એલર્ટ મોડ ઉપર આવી ગયું છે.

- text

અધિક કલેકટર કેતન જોશીના જણાવ્યા પ્રમાણે મોરબીમાં આજે રાત્રે 2થી સવારે 8 વાગ્યા સુધીમાં 8થી 9 ઇંચ વરસાદ પડે તેવી આગાહી છે. જેથી તંત્ર સતર્ક થઈને કામ કરી રહ્યું છે. તમામ મામલતદારોને પણ એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. મચ્છું-1 ડેમ ઓવરફ્લો થયો છે. મચ્છું-2 ડેમમાં પણ પાણીની પુષ્કળ આવક થઈ રહી છે. જેથી લોકોને નીચાણવાળા વિસ્તારોમાં ન રહેવા તેમજ નદીના પટમાં ન રહેવા અપીલ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે આજે રાતે ભારે વરસાદ પડવાની આગાહીના પગલે અધિક જિલ્લા કલેકટર કેતન જોશીએ હાલ કંટ્રોલ રૂમમાં ધામા નાખ્યા છે. તેઓ રાતભર અહીં રહીને જિલ્લાની સ્થિતિ ઉપર નજર રાખવાના છે.

- text