વાંકાનેર બાઉન્ડ્રી નજીક દારૂ ભરેલી કાર સાથે બે શખ્સો ઝડપાયા

- text


વાંકાનેર તાલુકા પોલીસે 42 ઈંગ્લીશ દારૂની બોટલો અને કાર સાથે કુલ રૂ. 3.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે આજે બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડરી નજીક ઈંગ્લીશ દારૂ ભરેલી કાર ઝડપી.લીધી હતી. વાંકાનેર તાલુકા પોલીસે 42 ઈંગ્લીશ દારૂની બોટલો અને કાર સાથે કુલ રૂ. 3.42 લાખનો મુદ્દામાલ સાથે બે આરોપીની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ મથકના પીએસઆઇ આર. પી. જાડેજા તથા મયુરધ્વજસિંહ જાડેજા, ચમનભાઈ ચાવડા, બળદેવસિંહ મહાવીરસિંહ, હરીશચંદ્રસિંહ અજમલસિંહ, વિક્રમભાઈ ફૂગશિયા સહિતનો સ્ટાફ આજે વાંકાનેર બાઉન્ડરી પાસે પેટ્રોલીગ કરી રહ્યો હતો. ત્યારે જી.જે.03 એચ.આર.2752 નંબરની કાર પસાર થતા આ કારને પોલીસે અટકાવીને તલાશી લેતા કારમાંથી અલગ અલગ બ્રાન્ડની ઈંગ્લીશ દારૂની 42 બોટલ મળી આવી હતી. આથી, પોલીસે કારમાં બેઠેલા ચેતનભાઈ નાથાભાઇ ચિત્રોડા અને કનકભાઈ રણજીતભાઈ બુધેલા (હાલ બન્ને રહે રાજકોટ) વાળાને ઝડપી લીધા હતા. વાંકાનેર તાલુકા પોલીસે 42 ઈંગ્લીશ દારૂની બોટલો અને કાર સાથે કુલ રૂ. 3.42 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. આ દારૂની હેરાફરીમાં અન્ય આરોપી જયદીપ કિશોરચંદ્ર રાઠોડનું નામ ખુલતાં પોલીસે તેની સામે પણ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text