ટંકારાની મામલતદાર કચેરીએ ગંદકીના ગંજ

- text


ટંકારા : આઝાદી પૂર્વે દેશમાં આઝાદીના લડવૈયાઓ દ્વારા “અંગ્રેજો ભારત છોડો”નો નારો બુલંદ બન્યો હતો. એ સમયે જે માસની તારીખે એ નારો પ્રથમવાર આપવામાં આવ્યો હતો એ જ દિવસે હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા “ગંદકી ભારત છોડો”ના નારા સાથે સ્વચ્છ ભારત અભિયાનને વેગવંતુ બનાવવાના પ્રયાસો શરૂ થયા છે. જો કે ટંકારામાં આ નારો માત્ર સંકલ્પ લેવા પૂરતો સીમિત હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે.

ટંકારા સ્થિત મામલતદાર કચેરીએ ચારે તરફ ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. ટંકારા તાલુકા મથકની વડી કચેરી એવી મામલતદાર કચેરી અને તેની આસપાસ ફેલાયેલા ગંદકીના ગંજથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. અધિકારીઓ ગંદકી દૂર કરવા માટે સંકલ્પ માત્ર લઈને વિરમી જાય છે. પરિણામલક્ષી કામગીરીમાં દુર્લક્ષ સેવાતું હોવાનું આમ નાગરિક અનુભવી રહ્યો છે ત્યારે લોકોમાં એ ચર્ચા પણ ઉઠી છે કે ઉચ્ચ અધિકારીની મુલાકાત સમયે રાતોરાત સાફ સફાઈ કરાવીને સબ સલામતનો દેખાડો કરવામાં આવે છે તેના બદલે સફાઈ કામગીરી નિયમિતરૂપે કરવામાં આવે એ જરૂરી છે.

- text

- text