ટંકારામાં પાનના ગલ્લે સોશ્યલ ડીસ્ટન્સના ભંગ મામલે મહિલા પીએસઆઇને પટ્ટા ઉતરાવી દેવાની ધમકી

- text


ટંકારા પોલીસે દુકાનદાર સહિત 5 શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધ્યો

ટંકારા : ટંકારાના ઉગમણા નાકા પાસે આવેલ પાનના ગલ્લે વધુ માણસો ભેગા થયા હોવાથી પોલીસે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ બદલ કાર્યવાહી હાથ ધરી હતી. એ દરમિયાન દુકાનદાર સહિત 5 શખ્સોએ મહિલા પીએસઆઇને પટ્ટા ઉતરાવી દેવાની ધમકી આપી ગેરવર્તણુક કરી હતી. આથી, ટંકારા પોલીસે દુકાનદાર સહિત 5 શખ્સો સામે ફરજમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર ટંકારા પોલીસ સ્ટેશનના મહિલા પીએસઆઇ એલ. બી. બગડાએ આરોપીઓ પ્રકાશભાઇ કરશનભાઇ સોલંકી, કિશોરભાઇ કરશનભાઇ સોલંકી, હિનાબેન કિશોરભાઇ સોલંકી, નિતાબેન કિશોરભાઇ સોલંકી, અરવિંદભાઇ કરશનભાઇ સોલંકી (રહે. બધા ટંકારા ઉગમણા નાકા પાસે) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૯ના રોજ ટંકારા ઉગમણા નાકા પાસે આરોપીએ પોતાના પાનના ગલ્લા પાસે સોસીયલ ડીસ્ટન્સ જાળવ્યા વગર જાહેર સ્થળે ચારથી વધુ માણસોને ભેગા કરેલ હોય પોલીસ જેની વિરૂધ્ધ કાર્યદેસર કાર્યવાહી કરતા હોય તે દરમ્યાન અન્ય આરોપીઓ આવીને મહિલા પીએસઆઇને કહેલ કે તમારા પટા – ટોપી ઉતારવી દઇશ અને તુ કેવી રીતે ખુરશી ઉપર બેસેસ તેમ કહી ગેરવર્તણુક કરી હતી અને પાનના ગલ્લા વાળા પ્રકાશભાઇ કરશનભાઇ સોલંકીને ભગાડી દીધો હતો. આથી, ટંકારા પોલીસે આ તમામ આરોપીઓ સામે ફરજમાં રૂકાવટ અને જાહેરનામાના ભંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text