મોરબી જિલ્લામાં જુગાર રમતા કુલ 43 શખ્સો સામે પોલીસ કાર્યવાહી

- text


મોરબી : શ્રાવણ માસમાં સાતમ-આઠમના તહેવારો શરુ થઇ ગયા છે. ત્યારે અનેક સ્થળો પર પોલીસ ત્રાટકી છે. ગઈકાલે તા. 9ના રોજ મોરબી જિલ્લામાં પોલીસે અનેક જગ્યાએ રેઇડ પાડી જુગાર રમતા 43 લોકો સામે કાર્યવાહી કરી છે. પોલીસે જે તે પોલીસ સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ જુગાર ધારા હેઠળ ગુનો નોંધ્યો છે. તેમજ આરોપીઓની અટકાયત કરી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા મોરબીના નાની વાવડી ગામમાં સતનામ સોસાયટીમાં જુગાર રમતા દિનેશભાઇ દેવદાનભાઇ સોઢીયા, સાગરભાઇ મોહનભાઇ ચાવડા, લક્ષ્મણભાઇ દેશાભાઇ સોઢીયા, સામતભાઇ વિરમભાઇ ડાંગર, સુનિલભાઇ મોહનભાઇ ચાવડા તથા સુનિલભાઇ મોહનભાઇ ચાવડાને રોકડ રકમ રૂ. 44,860 સાથે પકડી પાડવામાં આવ્યા છે. તેમજ મોરબીના નવલખી રોડ પર કુબેર નગર સામે કીરણભાઇ કાનાભાઇ ગરીયા, મહેશભાઇ સામતભાઇ વીંજવાડીયા, ગૌરાંગભાઇ રાજુભાઇ ગૌસ્વામી તથા રાજુભાઇ સુરેશભાઇ માલકીયાને જુગાર રમતા ઝડપી પાડી રોકડ રૂ. 5,450 જપ્ત કરવામાં આવ્યા છે.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા વીશીપરામાં બીલાલી મસ્જીદ પાસે જાહેરમાં જુગાર રમતા ચિરાગભાઇ મહેશભાઇ ડાંગર, હનિફભાઇ હુસેનભાઇ દાવલીયા તથા રફીકભાઇ મામદભાઇ ખોખરને કુલ રોકડ રૂ. 11,100 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. તેમજ આ જ સ્થળેથી ઇસુબભાઇ મહમદભાઇ દાવલીયા તથા મુનાવરભાઇ ઇબ્રાહીમભાઇ પીપરવાડીયાને પકડી પાડી રોકડ રૂ. 850 કબ્જે કરવામાં આવ્યા છે. વધુમાં, ઇન્દીરાનગરના મંગલમ વિસ્તારમાં સંજયભાઇ ઉર્ફે છનો સવજીભાઇ કુવરીયા તથા મુનાભાઇ કાળુભાઇ સેતારને રોકડ રકમ રૂ. 10,500 સાથે જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તીથવા ગામે ધાર વિસ્તારના દેવીપુજકવાસમાં જુગાર રમતા છનાભાઇ માનસીંગભાઇ વાધેલા, રાયસીંગભાઇ નાજાભાઇ વાધેલા, અનીલભાઇ બાબુભાઇ વાધેલા, ટીનાભાઇ ધરમશીભાઇ વાધેલા, ભાવેશભાઇ ઉકાભાઇ વાધેલા તથા રસીકભાઇ નાનુભાઇ વાધેલાને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 13,030 જપ્ત કરવામાં આવ્યા છે.

ટંકારા પોલીસ દ્વારા તાલુકાના ઘુનડા (ખા.) ગામમાં એક રહેણાંક મકાનમાં જુગાર રમી રહેલા દિનેશભાઇ વસંતભાઇ કાસુન્દ્રા, પ્રકાશભાઇ મનુભાઇ કાસુન્દ્રા, વિપુલભાઇ જેઠાભાઇ કાનાણી, પ્રકાશભાઇ દેવરાજભાઇ જીવાણી, વિજયભાઇ ધનજીભાઇ જીવાણી, વિવેકભાઇ બાલકૃષ્ણભાઇ કાસુન્દ્રા, મનોજભાઇ તુલશીભાઇ કાસુન્દ્રા, કૌશીકભાઇ કાનજીભાઇ જીવાણી તથા દિપકભાઇ તુલશીભાઇ કાસુન્દ્રાને પકડી પાડી રોકડ રૂ. 84,200 કબ્જે કરવામાં આવ્યા છે. તેમજ જીવાપર ગામે ધનજીભાઇ લખમણભાઇ બારૈયાના ઘર સામે મનોજભાઇ ખેંગારભાઇ લોરીયા, કરનભાઇ લક્ષ્મણભાઇ જોગરાજીયા, જેસીંગભાઇ બાબુભાઇ બારૈયા, રહીમભાઇ તાજુભાઇ મસાકપૌત્રા તથા રાજુભાઇ ખોડાભાઇ વરાણીયાને કુલ રોકડ રૂ. 11,500 સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.

માળીયા મીંયાણા પોલીસ દ્વારા નિરૂબેન નગરમા અમુબેન મોહનભાઇ સરવૈયાના મકાનની પાછળ ખુલ્લી જ્ગ્યામા જુગાર રમતા હાસમભાઇ સુમારભાઇ આદમણી, રફિકભાઇ હાસમભાઇ કમોરા, જીતેશભાઇ રણછોડભાઇ સરવૈયા, સંજયભાઇ રામજીભાઇ સરવૈયા, સંજયભાઇ રામજીભાઇ સરવૈયા તથા અકબરભાઇ હાસમભાઇ કમોરાને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ રોકડ રકમ રૂ. 8,300 જપ્ત કર્યા છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

- text