ગડકરી બાદ સ્વનિર્ભરતા માટે મોરબીનુ દ્રષ્ટાંત આપતા શ્રી શ્રી રવિશંકર

- text


મોરબી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં દેશવાસીઓને સ્વનિર્ભર બનવાનું આહવાન કર્યું હતું ત્યારે એક ટીવી ચેનલને લાઈવ ઇન્ટરવ્યૂમાં અગાવ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી બાદ આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકર મહારાજે પણ મોરબીની આત્મનિર્ભરતાનું દ્રષ્ટાંત આપ્યું હતું.

- text

વડાપ્રધાન મોદીએ કોરોનાની મહામારી સંદર્ભે રાષ્ટ્રજોગ સંબોધન કરતા જણાવ્યું હતું કે હવે આવનારા વર્ષોમાં દેશના દરેક નાગરિક તેમજ ઉધોગોએ આત્મનિર્ભર બનવું પડશે. આત્મનિર્ભરતા જ ભારતને વિશ્વગુરુ બનાવવાની દિશામાં લઈ જશે. આ અંગે જી ટીવીના એક કાર્યક્રમ દરમ્યાન એન્કરે આત્મનિર્ભરતા વિષે આધ્યાત્મિક યોગ ગુરુ શ્રી શ્રી રવિશંકરને સવાલ પૂછતાં શ્રી શ્રીએ મોરબીનુ દ્રષ્ટાંત આપતા જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલા મોરબી શહેરે ટાઇલ્સ, સેનેટરી ઉધોગ ક્ષેત્રે જે રીતે આત્મનિર્ભરતા કેળવી છે અને ચીન જેવા દેશોની મોનોપોલી તોડી છે એ જ રીતે ભારતના તમામ ઉધોગોએ આત્મનિર્ભરતા મેળવવી પડશે. મોરબી શહેર આજે વિશ્વમાં સીરામીક ઉધોગોમાં આત્મનિર્ભર રહીને વિશ્વમાં બીજા નંબરનો સહુથી મોટો સીરામીક ઉધોગ બની ગયો છે જે ઉધોગકારોની આત્મનિર્ભરતા અને ખંતનું પરિણામ છે. ઉલ્લેખનીય છે કે જયારે જયારે આત્મનિર્ભરતાની વાત આવે છે ત્યારે દેશ વિદેશની નામાંકિત હસ્તીઓ મોરબીનો ઉલ્લેખ જરૂર કરે છે જે મોરબીવાસીઓ અને મોરબીના તમામ ઉધોગકારો માટે ગૌરવ લેવા જેવી બાબત છે.

- text