મોરબી જિલ્લામાં તા.17 મેથી વિનામૂલ્યે અનાજ વિતરણનો વધુ એક રાઉન્ડ થશે

- text


NFSA અને નોન NFSA-BPL કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણનો લાભ મળશે

મોરબી : સમગ્ર રાજ્યની સાથે મોરબી જિલ્લામાં ૧૭ મે થી વિનામૂલ્યે અનાજ વિતરણનો વધુ એક રાઉન્ડ થશે.જિલ્લાના NFSA કાર્ડધારકો અને નોન NFSA-BPL કાર્ડધારકોને રેગ્યુલર તથા પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ મે માસનું વિનામુલ્યે અનાજનું વિતરણ થશે.

જિલ્લાની સસ્તા અનાજની દુકાનોએ થી તા.૧૭ થી ૨૬ મે સુધી રાજ્ય સરકારે નક્કી કરેલ જથ્થા મુજબ મફત અનાજનું વિતરણ કરવામાં આવશે. જેમાં તા.૧૭ ના રોજ રેશનકાર્ડના આંકડા પૈકીનો છેલ્લો અંક ૧ હોય એમને, તા.૧૮ ના રોજ છેલ્લો અંક ૨, તા.૧૯ છેલ્લો અંક ૩, તા.૨૦ છેલ્લો અંક ૪, તા.૨૧ છેલ્લો અંક ૫, તા.૨૨ છેલ્લો અંક ૬, તા.૨૩ છેલ્લો અંક ૭, તા.૨૪ છેલ્લો અંક ૮, તા.૨૫ છેલ્લો અંક ૯ અને તા.૨૬ ના રોજ રેશનકાર્ડનો છેલ્લો અંક ૦ હોય તેમને અનાજનું વિતરણ કરાશે.

- text

જો કોઈ લાભાર્થી નિયત તારીખે અનાજ મેળવી ના શકે તો તેમણે તા.૨૭/૫/૨૦ ના રોજ અનાજનું વિતરણ કરાશે તેમ જિલ્લા પુરવઠા અધિકારી એચ.જી. પટેલે જણાવ્યું હતું. રાશન મેળવનારે એકજ વ્યક્તિએ આવવા સાથે રેશનકાર્ડ સાથે આધારકાર્ડ સાથે લાવવાનું તેમજ સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સાથે સહી કરવા બૉલપેન સાથે લાવવાની રહેશે. વિતરણ થનાર જથ્થામાં ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, દાળનો સમાવેશ થાય છે.

- text