માળીયા : 37 પેસેન્જરોના મેડિકલ ટેસ્ટમાં કોરોનાના લક્ષણો ન દેખાતા તમામને મુક્ત કરાયા

- text


બુધવારે મુંબઈથી કચ્છ જતી લકઝરી બસમાં મંજૂરી વગરના 20 મળી કુલ 37 જેટલા લોકોને મોટી બરારના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખાયા બાદ આજે તંત્રએ મુક્ત કરી દીધા

માળીયા : માળીયા નજીક ગઈકાલે પોલીસે મુંબઇથી કચ્છ જઈ રહેલી લકઝરી બસને ઝડપી લીધી હતી. જેમાં બેઠેલા કુલ 37 પેસેન્જરોમાંથી 20 પેસેન્જરો મંજૂરી વગર જ લકઝરી બસમાં બેસીને કચ્છ તરફ જઈ રહ્યા હોવાનું ખુલતાં તકેદારીના ભાગરૂપે 37 પેસેન્જરોને મોટી બરારના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખાયા બાદ આજે તમામના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં કોરોનાના લક્ષણો ન દેખાતા આ તમામ લોકોને તંત્રએ મુક્ત કરી દીધા હતા.

- text

માળીયા મીયાણા પોલીસ ટીમ દ્વારા મુંબઇથી પરમીશન વગર 20 માણસોને બેસાડી કચ્છ જતી લકઝરી બસને ઝડપી.લેવામાં આવી છે. માળીયા પોલીસ સ્ટાફે ગઈકાલે હોનેસ્ટ ચેક પોસ્ટ પર રાજયમાથી આવતા જતા વાહનોની સઘન ચેકીંગ દરમ્યાન અમદાવાદ તરફથી આવતી નંબર MH 46 AH 0865 નબરની પેસેન્જર ભરેલ લક્ઝરી બસને રોકી પરમીટ ચેક કરી જોતા લકઝરી બસમાં બેઠેલા કેટલાક પેસેન્જરો કાયદેસર પરમીશન વાળા હતા. તેમજ કેટલાક પેસેન્જરો પરમીશન વગરના હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં બીજા 20 માણસો પરમિશન વગર આ લકઝરીમા બેસાડી કચ્છ જવા નિકળેલ હોવાનું જાણવા મળતા આ તમામ સામે ગુનો નોંધીને પરમીશન વગરના 20 માણસો મળી કુલ 37 જેટલા મહીલા તથા બાળકો સહીતનાને મોટી બરાર, માળીયા (મી.)ના સરકારી ક્વોરન્ટાઇન સેન્ટરમાં રાખવામા આવ્યા હતા. દરમિયાન આ 37 પેસેન્જરોના કોરોના ટેસ્ટ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સરવડ દ્વારા મેડિકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 37 લોકોને કારોનાના કોઈ લક્ષણો દેખાયા ન હતા. આથી, આરોગ્ય ટીમ, મામલતદાર, માળીયા પોલીસ, ટીડીઓ સહિતનાએ જરૂરી કાર્યવાહી કરીને 37 પેસેન્જરોને તેમના વતન જવા માટે મુક્ત કરી દીધા હતા.

- text