મોરબી : પરપ્રાંતીય મજૂરના ઓપરેશન માટે સેવાભાવીઓ વ્હારે આવ્યા

- text


મોરબી : મોરબીમાં રહેતા પરપ્રાંતીય મજૂરને સારણગાંઠનો દુઃખાવો ઉપાડતા સીરામીક અગ્રણી મુકેશભાઈ ઉધરેજા અને સેવાભાવી યુવક તેના ઓપરેશન માટે હોસ્પિટલ પહોંચાડવા માટે મદદ કરી હતી.

મોરબીના લેટીના સિરામિકના કારખાનામાં મજૂરી કામ કરતા ઉત્તરપ્રદેશના વતની મજુર શુકલાલ ગોપીને 2-3 વર્ષ જૂનો સારણગાંઠનો આંતરનો દુઃખાવો છે. તેના ઓપરેશનનો ખર્ચ 40-50 હજાર જેવો હોવાથી તેઓ ચિંતાતુર હતા. આ વાતની જાણ સેવાભાવી જગદીશભાઈ સાગઠીયાને થતા તેઓએ વિટ્રિફાઇડ સિરામિકના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજાને જાણ કરી હતી. મુકેશભાઈએ ક્રિષ્ના હોસ્પિટલના ડો. ભરતભાઈ કૈલા સાથે વાત કરી મજૂરને સારણગાંઠનું ઓપરેશન તાત્કાલિક કરી આપવા અનુરોધ કર્યો હતો.

- text

મજૂરને ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી થતા ગઈકાલે રાત્રે આશરે 9 વાગ્યા આસપાસ જગદીશભાઈ સાગઠીયાએ પોતાની કારમાં મજુર, મજૂરના પત્ની જ્યોતિબેન શુકલાલ તથા તેમના ભાઈને સાથે લઇ જઈ રસ્તામાં પોલીસ સ્ટાફને જવા દેવા વિનંતી કરી હોસ્પિટલ ખાતે પહોંચાડ્યા હતા. બાદમાં હોસ્પિટલના ડો. મયુર જાદવાણીએ ઓપરેશનની કામગીરી સંભાળી હતી. આમ, પરપ્રાંતીય મજૂરને સારણગાંઠના ઓપરેશન માટે સીરામીક અગ્રણી મુકેશભાઈ ઉધરેજાની સાથે સેવાભાવી જગદીશભાઈ સાગઠીયા તથા ક્રિષ્ના હોસ્પિટલના ડોક્ટર્સ વ્હારે આવ્યા હતા.

- text