ટંકારા : લોકડાઉનમાં છૂટછાટ મળવા છતાં કોરોના અંગે બેદરકારી ન દાખવવા અપીલ

- text


ટંકારામાં બપોરે દુકાન બંધ કરી કોરોના વાઈરસને હરાવવા શરતોનુ પાલન કરવા વેપારી મંડળને મળી પોલીસ તંત્રને સહયોગ આપવાની જિલ્લા પંચાયત સદસ્યએ અપીલ કરી

ટંકારા : લોકડાઉન બાદ મળેલ આંશિક છુટછાટોને લીધે બેદરકારી ન દાખવી કોરોના સામે જંગ લડી રહેલ તંત્રને સાથ આપી સોશિયલ ડિસ્ટન્સ રાખવામાં તથા જીવન જરૃરી ચીજવસ્તુઓની દુકાનોને બપોર ટાકણે બંધ કરી દેવાની અપીલ વેપારી મંડળને જીલ્લા પંચાયતના સદસ્ય મહેશ રાજકોટિયા એ કરી છે. તેમણે વેપારી મંડળને જણાવ્યું હતું કે આ સંજોગોમા દેશ માટે સહકારની ભાવના સાથે વેપાર કરવાનો છે અને શરતોનુ ચુસ્તપણે પાલન કરી પ્રજા માટે પ્રશાસન અને પોલીસને સપોર્ટ કરવાનો છે.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા દુકાનો ખુલતા એક બે દિવસ લોકોની વધુ ચહલપહલ જોવા મળી હતી. જેને પગલે મહીલા ફોજદાર એલ. બી. બગડા સહિતના પોલીસ મુખ્ય રસ્તા પર બેરીકેટ લગાવી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ઉપર આવશયકતા વગર પ્રવેશ ઉપર પ્રતિબંધ લાદી પગપાળા જવા માટે અનુરોધ કર્યો છે.

- text