મોરબીમાં આજે લેવાયેલા તમામ 49 સેમ્પલના કોરોના ટેસ્ટ નેગેટિવ આવતા રાહત

- text


આજે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવેલા 47 સિનિયર સિટીઝન અને ગજડી ગામની 26 વર્ષની મહિલા અને એક યુવાનના લેવાયા હતા સેમ્પલ

મોરબી : મોરબી જિલ્લામાં તંત્ર દ્વારા કોરોના ટેસ્ટની સંખ્યા વધારવામાં આવી છે. જેમાં આજે કુલ 49 લોકોના સેમ્પલ લેવાયા હતા. જે તમામ લોકોના રિપોર્ટ મોડી રાત્રે જાહેર થયા હતા અને રાહતની વાત છે કે આ તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.

- text

મોરબીમાં ગુરુવારે એક યુવકમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેસન વોર્ડમાં દાખલ કરાયો હતો. આ યુવકના સેમ્પલ લઈ આજે કોરોના ટેસ્ટ માટે મોકલ્યા હતા. આ ઉપરાંત આજે મોરબી સિવિલ હોસ્પિટલમાં અન્ય દર્દોની સારવાર લેવા આવતા તમામ સીનયર સિટીઝનોના કોરોના ટેસ્ટ કરવાના નિર્ણય બાદ આજે કુલ 47 લોકોના સેમ્પલ લેવાયા હતા. જ્યારે આ ઉપરાંત ગજડી ગામની 26 વર્ષની મહિલાને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ લેવાયા હતા. આમ આજે શુક્રવારે કુલ 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે. જેમના રિપોર્ટ આજે જ મોડી રાત્રે આવી ગયા હતાં. અને આ તમામ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે આજે લોકડાઉન બાદ પહેલી વખત એક સાથે 49 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જે તમામ નેગેટિવ આવ્યા છે.

- text