મોરબીમાં કંસારા પરિવારે જરૂરીયાતમંદોની જઠરાગ્નિ ઠારીને ત્રણ દિવંગતોને આપી સાચી શ્રદ્ધાંજલિ

- text


કંસારા પરિવારના સહયોગથી જલારામ પ્રાર્થના મંદિરે બુંદી, ગાંઠીયા, પુરી, શાક, સ્ટીમ ઢોકળા સહીતની વાનગીઓના ફુડ પેકેટનુ વિતરણ કર્યું

મોરબી : મોરબીના કંસારા પરિવારે જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા સહયોગ આપી અકસ્માતમા મૃત્યુ પામનાર પરિવારના ત્રણ દીવંગતોને ખરા અર્થમાં શ્રધ્ધાંજલિ પાઠવી હતી. આ સહયોગથી જલારામ પ્રાથના મંદિરે જરૂરિયાતમંદોને બુંદી, ગાંઠીયા, પુરી, શાક, સ્ટીમ ઢોકળા સહીતની વાનગીઓના ફુડ પેકેટનુ વિતરણ કરી જરૂરિયાતમંદોની જઠરાગ્નિ ઠારી હતી.

મોરબીના છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર દ્વારા જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા યોગદાન આપી પરિવારના ત્રણ દીવંગતોને શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. ગત તા.૩૦-૪-૨૦૧૯ ના રોજ મોરબીના કંસારા પરિવારની દિકરી પ્રેક્ષાબેન, નિધિબેન તથા જમાઈ જયમીન કુમાર શ્રીનાથજીથી દર્શન કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે વિરમગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો હતો. પરિવારના ત્રણેય સભ્યોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. તે ત્રણેય દીવંગતોના અકસ્માતને આજરોજ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યુ હોય, પ્રથમ વાર્ષિક પૂણ્યતિથી નિમિતે મોરબીના છોટાલાલ પરમાનંદદાસ કંસારા પરિવાર દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા યોગદાન આપી શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. જલારામ મંદિર દ્વારા ફુડપેકેટમાં બુંદી- મોબાઈલ ગાંઠીયા, પૂરી-શાક-સ્ટીમ ઢોકળા સહીતની વાનગીઓ મહાપ્રસાદ સ્વરૂપે વિતરણ કરવામાં આવી હતી.

- text

આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના અગ્રણીઓ ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, ચંદ્રવદનભાઈ પુજારા, નિર્મિત કક્કડ, ચિરાગ રાચ્છ, જયેશભાઈ કંસારા સહીતનાઓએ મૌન પાળી સદગતોને શ્રધ્ધાંજલિ પાઠવી હતી. તેમ જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડની યાદીમાં જણાવાયું છે.

- text