હળવદ – માળીયાની કેનાલમાંથી ખેડૂતો માટે પાણી છોડવાની માંગ

- text


 

ધારાસભ્ય પરસોતમ સાબરીયા, પૂર્વમંત્રી કવાડીયા અને ટીકર રણના સરપંચે મુખ્યમંત્રીને રજુઆત કરી

હળવદ : હળવદ અને માળીયાની નર્મદાની કેનાલમાંથી ખેડૂતો માટે પાણી છોડવાની માંગ સાથે ધારાસભ્ય પરસોતમ સાબરીયા, પૂર્વ મંત્રી જ્યંતી કવાડિયા અને ટીકર ગ્રામ પંચાયતના સરપંચ સંગીતાબેન વિજયભાઈ પટેલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને રજુઆત કરી છે.

રજુઆતમાં પૂર્વ મંત્રી જયંતિ કવાડિયાએ જણાવ્યું હતું કે ,હાલ કેનાલ બંધ કરવાના નિર્ણયથી હળવદ તાલુકાના ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે.જેમાં હળવદ ધ્રાગધ્રા તાલુકાના કાંઠાના ગામડાઓમાં જે મજૂર વર્ગ સ્થળાંતર કરી શક્યા નથી તેઓ જે તે ખેતરે રોકાયેલા છે.ત્યારે હાલ નર્મદાની કેનાલ બંધ થયે પાણીની સમસ્યા સર્જાશે અને મજૂરોની મજૂરી બંધ થશે જેથી મજૂરોને નાછૂટકે સ્થળાંતર કરવા મજબૂર બનવું પડશે.આથી મોટી સમસ્યાઓ ઉદ્દભવશે.તેથી ખેડૂતોનું હિત જળવાઈ રહે તે માટે હળવદ-ધ્રાગધ્રા વિસ્તારની નર્મદાની કેનાલમાંથી ખેડૂતો માટે પાણી છોડવાની માંગ કરી છે.

- text

ટીકર રણના સરપંચે રજુઆતમાં જણાવ્યું હતું કે , હળવદ અને માળીયાની નર્મદા નહેર શાખાની કેનાલ બંધ કરી દીધી છે.આ કેનાલમાંથી માળીયા અને હળવદ તાલુકાના ગામોના ખેડૂતો સિંચાઈ માટે તેમજ પીવા માટે જપાણી મેળવે છે. તેમાંય રણકાંઠાના વિસ્તારોના લોકો માટે આ કેનલનું પાણી જીવાદોરી સમાન છે.હળવદના ટીકર રણ અને આજુબાજુના 22 ગામો નર્મદા કેનાલના પાણી પર નિર્ભર છે.ટીકર રણમાં મોટી સંખ્યામાં મજૂરો રોજીરોટી માટે આશ્રય મેળવી રહ્યા છે.જો કેનલનું પાણી ન મળે તો આ મજૂરોને હિજરત કરવી પડશે. એથી આ ગંભીર સ્થિતિને ધ્યાને લઈને હળવદ માળીયાની નર્મદા કેનાલમાંથી પાણી છોડવાની માંગ કરી છે.

જ્યારે ધારાસભ્ય પરસોતમ સાબરીયાએ જણાવ્યું હતું કે તેઓના મત વિસ્તારમાં અન્ન દાતા ખેડૂતો દ્વારા જનતાના પ્રતિનિધિ તરીકે તેઓને ધ્રાંગધ્રા- હળવદ વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ ચાલુ રાખવા રજૂઆતો મળી છે. જેથી નર્મદા કેનલનું પાણી ધ્રાંગધ્રા, માળિયા અને મોરબી બ્રાન્ચમાં છોડવાની માંગ છે.

- text