મોરબીમાં લોકડાઉન વચ્ચે વધુ સાત પોલીસ કર્મીઓને બઢતી અપાઈ

- text


મોરબી : મોરબીમાં લોકડાઉનો સમગ્ર જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે. અને પોલીસ સ્ટાફ તમામ સ્થળોએ ખડેપગે રહીને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.ત્યારે મોરબી જીલ્લા પોલીસવડા કરનરાજ વાઘેલા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા 7 પોલીસ કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં પોલીસ હેડ ક્વાર્ટર સીટી ટ્રાફિકના દેવાયતભાઈ દેવરાજભાઈ ગોહેલ, મોરબી સીટી એ ડીવીઝનના ફાલ્ગુનકુમાર જયેન્દ્રભાઈ પટેલ, પીયુષકુમાર પ્રાણલાલ દવે, પોલીસ હેડ ક્વાર્ટર સીટી ટ્રાફિકના અમિયલ અહમદ શેરશીયા, હળવદના તેજશકુમાર વેલજીભાઈ વિડજા, પોલીસ હેડ ક્વાર્ટર જી.કંટ્રોલના ભગીરથસિંહ હરભમસિંહ ઝાલા અને સીટી એ ડીવીઝનમાં ફરજ બજાવતા ચકુભાઈ દેવશીભાઈ કલોતરાને અનાર્મ હેડ કોન્સ્ટેબલ પ્રમોશન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- text