મોરબી : કોરોના પોઝિટિવ કેસ બાદ ઉમા ટાઉનશીપના રહીશો ટિકર પહોંચતા તપાસની માંગ

- text


મોરબી : મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય તથા જાહેર આરોગ્ય સમિતિના અધ્યક્ષ કુલસુમબેન અકબરભાઈ બાદી દ્વારા જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને મોરબીમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઉમા ટાઉનશીપના રહીશો હળવદના ટિકર પહોંચતા તપાસની માંગ કરવામાં આવી છે.

હાલમાં જયારે કોરોના વાયરસ સમગ્ર વિશ્રવમાં હાહાકાર મચાવે છે અને જેમાં મોરબી જીલ્લો પણ બાકાત રહયો નથી. મોરબી જીલ્લામાં પ્રથમ કેસ તા. 5 એપ્રિલના રોજ મોરબી શહેરમાં આવેલ ઉમાં ટાઉનશીપમાં નોધાયેલ છે. જેના કારણે ઉમા ટાઉનશીપમાં આવેલ ગીતાજલી એપાર્ટમેન્ટને કોર્ડન કરેલ છે અને જેમાં આશરે 117 જેટલા લોકોને હોમકોરોટાઇન કરેલ છે.

- text

આ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે, કુલસુમબેનએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીકર (રણ)ની મુલાકાત લીધેલ અને ત્યાં મેડીકલ ઓફીસર તરીકે ફરજ બજાવતા મેડીકલ ઓફીસર સુમનબેન ફેફર પાસેથી માહિતી મળેલ હતી. તેના આધારે 21 લોકો કે જે ઉમાં ટાઉનશીપમાં પોઝિટિવ કેસ નોંધાયો છે ત્યારે બાદ ત્યાંથી હળવદ તાલુકાના ટીકર (રણ) અને માધવનગર ટીકર (રણ)માં તા. 5 એપ્રિલ પછી પહોચ્યા છે. જેની યાદી બનાવી તંત્રને જાણ કરાઈ છે. તેંમજ આ લોકો કેવી રીતે અને તે લોકો તે એપાર્ટમેન્ટના છે કેમ? અને જો હા હોય તો આની તાત્કાલીકના ધોરણે તપાસ હાથ ધરવા માંગ કરાઈ છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text