મોરબી જિલ્લામાંથી જાહેરનામાનો ભંગ કરતા 70થી વધુ સામે નોંધાયો ગુન્હો

- text


સૌથી વધુ મોરબી સીટી એ.ડીવી. માંથી 6 દુકાનદારો સહિત 30 સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ થયો : બી ડીવી. માં 17, મોરબી તાલુકામાં 2, વાંકાનેર સીટી.માં 1, તાલુકામાં 6, હળવદમાં 8, માળીયા મી.માં 1 અને ટંકારામાં 5 ગુન્હા દાખલ થયા :

મોરબી : ગુજરાતના ડિજીપીએ લોકડાઉનનો ભંગ કરતા તત્વો સામે કડક હાથે કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ મોરબી જિલ્લામાંથી આ સબબ કુલ 70 લોકો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.

જે મુજબ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી જીનપરા રસિકપરા શેરી નંબર 12 માંથી ભરતભાઈ વ્રજલાલ ગોવાણીને લોકડાઉનના જાહેરનામાનો ભંગ કરવા સબબ ઝડપી પાડવામાં આવ્યો છે.

માળીયા મીયાણાના જુના રેલ્વે સ્ટેશન વાળા વિસ્તારમાથી હબીબ કાદર જેડાને ઝડપી પાડી લોકડાઉનના ભંગ બદલ ગુન્હો દાખલ કરાયો છે.

જ્યારે મોરબી સીટી બી. ડિવિઝન વિસ્તારની હદમાંથી ભડિયાદ રોડ, ભડીયાદ કાંટા પાસેથી વિદ્યાનગર સોસાયટીમાં ચામુંડા પાન વાળા હિતેશભાઈ મહેશભાઈ ઇટોદરા, નજરબાગ રેલ્વે સ્ટેશનની સામેથી રઘુવીરસિંહ વાઘુભા ઝાલા, સંજયભાઈ અવચરભાઈ સોમાણી, મનસુખભાઈ કેશુભાઈ મકવાણા, નીતિનભાઈ લાલજીભાઈ થોરીયા, અરૂણસિંહ શિવરાજસિંહ ચુડાસમા, સરસ્વતી સોસાયટી, ઉમા ટાઉનશીપ રોડ પર સોસાયટીના નાકેથી વિનોદભાઈ મગનભાઈ ભોરણીયા, પ્રકાશભાઈ જયરામભાઈ આખજા, નંદલાલભાઇ પ્રેમજીભાઈ કાસુન્દ્રા, ગંગારામભાઈ મગનભાઈ પડસંબીયા, જેરામભાઈ ગોકળભાઈ આખજા, હિતેશભાઈ નાગજીભાઈ મેરજા, સરસ્વતી સોસાયટી, ઉમા ટાઉનશીપ રોડ પરથી અતુલભાઇ ગણપતભાઇ રંગપરીયા, મહેશભાઈ પ્રેમજીભાઈ પરમાર, બાબુભાઈ ગોવિંદભાઈ દેસાઈ, મનજીભાઈ નાથાભાઈ વિડજા, દિનેશભાઈ જયરામભાઈ આખજાને લોકડાઉન જાહેરનામાનો ભંગ કરવા બદલ ઝડપી પાડવામાં આવ્યા છે.

હળવદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીઆઇડીસીના નાકા પાસે પાનના ગલ્લા પરથી બળદેવભાઈ લક્ષ્મણભાઈ સડલીયા, ભગાભાઈ રઘુભાઈ ચિરોડીયા, તુલસીભાઈ નારાયણભાઈ સોલંકી, સંજીવસિંહ રામઅવતાર સિંહ રાઠોડ, હળવદના કુકડીયા ગામે, માથક જવાના ત્રણ રસ્તેથી ભરતભાઈ સામતભાઈ કાંકરેચા, મુન્નાભાઈ ઠાકરશીભાઈ ઝિંઝુવાડીયા, વિજયભાઈ પરસોત્તમભાઈ સોલંકી, સુરેશભાઈ બાબુભાઈ સોલંકીને લોકડાઉન જાહેરનામાના ભંગ સબબ ઝડપી પાડી તમામ સામે ગુન્હો દાખલ કરાયો છે.

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં અણીયારી ચોકડી પાસેથી ઉત્તરપ્રદેશના ખુર્શીદ અહમદ બશીર અહેમદ બંજારાને પોતાના ટ્રેલર ટ્રક નંબર UP 22 AT 3592માં 54 પેસેન્જરોને ઠંસોઠસ ભરીને રાજસ્થાન તરફ લઈ જતા ઝડપાયો છે. આ સિવાય મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ઘુંટું ગામની સીમમાં હરિઓમ પાર્કના ગેટ પાસે, બહુચર ઓટો ગેરેજમાં મયુરભાઈ રમેશભાઈ નંદાસણએ માણસો એકઠા કર્યા હોય તમામ સામે લોકડાઉન જાહેરનામા ભંગ બદલ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં ગારીડા ગામ નજીક ઓવરબ્રિજ નીચેથી અલ્પેશભાઈ વાલાભાઈ મઢવીને જાહેરમાં હરફર કરતા ઝડપી પડાયો છે. આ ઉપરાંત દલડી ગામે શાળા ચોક પાસે મીર પ્રોવિઝન સ્ટોર નામની કરિયાણાની દુકાન પર વધુ માણસોને એકઠા કરવા બદલ ઉર્વેઝભાઈ દુધરેજ ઈસ્માઈલભાઈ ખોરજીયા, માટેલ ગામે ઢુવા ચોકડી વિસ્તારમાં પ્રવીણભાઈ દિનેશભાઈ ઘેણોજાને લોકડાઉનના ભંગ બદલ જવાબદાર ઠેરવી ગુન્હો નોંધવામાં આવ્યું છે.

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાવડી રોડ, રામાપીરના મંદિર પાસે ગોપાલ સ્વીટ નામની દુકાને લોકોને એકઠા કરવા બદલ જયંતીલાલ શાંતિલાલ કુરિયા, વાવડી રોડ, સહયોગ સ્કૂલ સામે, રાજેશ્વરી ફરસાણ નામની દુકાને લાલજીભાઈ જીવરાજભાઈ મંડલીએ દુકાન ખુલ્લી રાખી લોકોને એકઠા કરતા, માધાપર શેરી નંબર આઠના નાકે નિલેશભાઈ મૂળજીભાઈ પરમારને, રવાપર રોડ, સુભાષ નગર સોસાયટી સામે, હરિઓમ ડેરી નામની દુકાન ધરાવતા કલ્પેશભાઈ સવજીભાઈ કાસુન્દ્રાને, માધાપર મેઇન રોડ, ચોરા પાસેથી ડાભી બ્રધર્સ નામની પાન-ફાકીની દુકાનના માલિક વિજયભાઈ મોહનભાઈ ડાભીને, સુપર ટોકીઝ સામે, હિન્દ હેર આર્ટ દુકાનના માલિક ધર્મેશભાઈ કૌશિકભાઈ વિઠલાપરાને લોકોના વાળ કાપતા, દાઢી કરતા, મોરબી રેલ્વે સ્ટેશન બહાર જાહેરમાં ભાવેશભાઈ મહેશભાઈ કુકડવાડિયા, ગૌતમભાઈ દિનેશભાઈ કાંજિયા, ભાવિકભાઈ હસમુખભાઈ બગથરીયા, નિખિલભાઈ રમેશભાઈ લીંબાણી, વાવડી રોડ ના નાકેથી વિરેન્દ્રભાઈ દલપતભાઈ નિમાવત, મહેશભાઈ પ્રભુભાઈ ઠોરીયા, સુરેશભાઈ જેઠાભાઈ ઠક્કર, રમેશભાઈ આપાભાઈ રેણુકા, કન્યા છાત્રાલય રોડ, સરદાર નગર શેરી નંબર 1 સોસાયટી પાસેથી કિશોરભાઈ ગોવિંદભાઈ ભીમાણી, પ્રકાશભાઈ ભવનભાઈ ગામી, મયુરભાઈ પ્રવીણભાઈ ફેફર, મયંકભાઇ અશ્વિનભાઈ હરણીયા, સનાળા રોડ, ગોકુલ નગર શેરી ૧૪ પાસેથી દિપેનભાઇ જગદીશભાઈ પિત્રોડા, રમેશભાઈ અમરશીભાઈ કણજારીયા, રિયાઝભાઈ હુસેનભાઈ કોંઢિયા, વિપુલભાઈ કેશુભાઈ નકુમ, કાલીકા પ્લોટ, રાજ બેન્ક સામેથી હિતેશભાઈ ઘનશ્યામભાઈ કેલા, કેતનભાઇ પરસોતમભાઈ મહેશ્વરી, જીતેન્દ્રભાઇ ઘનશ્યામભાઈ કેલા, વિજયભાઈ ઘનશ્યામભાઈ કેલા, મોરબી રવાપર રોડ, ઉમિયાનગર, રામમહિમા એપાર્ટમેન્ટની બાજુમાંથી હરેશભાઈ અણદાભાઈ સાણંદિયા, અલ્પેશભાઈ કાનજીભાઈ સાધરીયા, મુકેશભાઈ નરસીભાઇ વાસજારીયા, ભવ્યભાઈ મહેશભાઈ રાણસરીયાને જાહેરનામા ભંગ બદલ ઝડપી પાડ્યા છે. આ તમામ પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ટંકારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ધુનડા ખાનપુર ગામે જાહેર ચોકમાં પિયુષભાઈ કેશુભા ગોહિલ, લાલજીભાઈ પરબતભાઈ આલ, અશોકભાઈ મૂળજીભાઈ પરમાર, વિજયભાઈ પ્રવીણભાઈ પરમાર, રઘુવીરસિંહ દિલીપસિંહ ઝાલાને જાહેરનામા ભંગના ગુન્હા હેઠળ ઝડપી પાડયાં છે.

ઉપરોક્ત તમામ શખ્સો સામે જાહેરનામા ભંગ બદલ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text