મોરબીમાં લોકડાઉન સંદર્ભે પોલીસની ફરજમાં રુકાવટ કરનાર સામે ગુનો દાખલ

- text


મોરબી : મોરબીમાં સામ કાંઠા વિસ્તારમાં લોકડાઉન સંદર્ભે ફરજ બજાવી રહેલા પોલીસની ફરજમાં રુકાવટની કોશિશ કરનાર એક શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

- text

મોરબી સીટી બી ડીવીઝનમાં ફરજ બજાવતા રવિરાજસિંહ મહેન્દ્રસિંહ ઝાલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે કોરોના વાયરસ અંગે લોકડાઉન બંદોબસ્તમાં તેઓ તૈનાત હોય ત્યારે આરોપી શામજીભાઈ ભીખાભાઈ પરમાર (રહે. ભક્તિનગર સોસાયટી, મોરબી-૨) એકટીવા નં. જીજે-૦૩-એફએચ-૨૩૫૭ લઇ નીકળતા તેને રોકી પૂછપરછ કરતા દેકારો કરવા લાગેલ અને બોલાચાલી કરી ગાળો બોલી ધમકી આપી હતી. જેથી, કાયદેસર ફરજમાં રૂકાવટ કરતા એકટીવા કી.રૂ. ૨૦,૦૦૦ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text