મોરબી : પોસ્ટ ઓફીસ સહિતની કચેરીઓમાં સામાજિક અંતરની વ્યવસ્થાનો અભાવ

- text


કચેરીઓમાં લોકો છુટાછવાયાને બદલે એક લાઈનમાં ઉભા રહેતા નજરે ચડ્યા

મોરબી : મોરબીમાં લોકડાઉન વચ્ચે કોરોના સંક્રમિત ન થાય તે માટે બજારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ લેવા આવતા લોકો છુટાછવાયા ઉભા રહે તે માટે તંત્ર ખાસ તકેદારીના પગલાં ભરી રહ્યું છે પણ અમુક સરકારી કચેરીઓમાં જ આવી રીતે સામાજિક અંતર રાખવાની કોઈ વ્યવસ્થા નથી. જેથી, આજે મોરબી પોસ્ટ ઓફીસ સહિતની કચેરીઓમાં લોકો એકબીજા વચ્ચે અંતર રાખવાના બદલે એક લાઈનમાં નજીક ઉભા રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે.

- text

કોરોનાનો ફેલાવો ન થાય એ માટે જરૂરી કામે જાહેર સ્થળોએ આવતા લોકો વચ્ચે એક મીટરનું અંતર રાખવાનો નિયમ છે. તેથી મોરબીમાં જાહેર સ્થળોએ જરૂરી કામે આવતા લોકો વચ્ચે આવી દુરીયા બની રહે તે માટે તંત્ર ખાસ સક્રિય છે. પરંતુ બીજું બાજુ એવી પણ ગંભીરતા સામે આવી છે કે, મોરબીની પોસ્ટ ઓફીસ સહિતની સરકારી કચેરીઓમાં લોકો વચ્ચે સામાજિક અંતરની કોઈ વ્યવસ્થા જ નથી. આજે સોમવારે પોસ્ટ ઓફીસ સહિતની સરકારી કચેરીઓમાં લોકો જરૂરી કામે આવ્યા હતા. પણ આ લોકો એકબીજાથી દૂર ઉભા રહેવાને બદલે એકદમ નજીક એક જ લાઈનમાં ઉભેલા જોવા મળ્યા હતા. તેથી, જોખમ વધી જાય તેવી ભીતિ છે. તેથી તંત્ર જાહેર સ્થળોની સાથે સાથે સરકારી કચેરીઓમાં પણ સામાજિક અંતરની વ્યવસ્થા કરે તે જરૂરી છે. અને સાથે લોકોને પણ અપીલ કરવામાં આવે છે તમે જાતે કોઈ પણ જગ્યા એ જાવ ત્યાં સામાજિક અંતર જાળવીને વ્યવસ્થામાં મદદરૂપ થઈ તમારું અને બીજાને કોરોનાથી બચાવો.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text