સેલ્યુટ : કોરોના સામે મોરબી જિલ્લા આરોગ્ય વિભાગના 2328 કર્મચારી સૈનિક બનીને લડી રહ્યા છે

- text


કોરોનાની મહામારીથી લોકોને બચાવવા સતત ફરજ બજાવતા મુખ્ય આરોગ્ય અધિકારી સહિતનો સંપૂર્ણ સ્ટાફ
લોકોને મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે 24 કલાક કંટ્રોલ રૂમ ચાલુ : કંટ્રોલ રૂમના નંબર : 02822222849

મોરબી અપડેટ તમામ મોરબી જિલ્લાના નાગરિકો વતી આરોગ્ય વિભગના તમામ કર્મચારીઓને વંદન કરી તેમની કામગીરીને બિરદાવે છે.

મોરબી : મોરબી જિલ્લાનું સમગ્ર આરોગ્ય તંત્ર કોરોનાને લઈને અગાઉથી જ સજ્જ છે. લોકોને આ મહામારીથી બચાવવા માટે સમગ્ર જિલ્લા આરોગ્ય તંત્ર ખડેપગે રહીને સેવા આપી રહ્યો છે. જો કે કોરોનાને લઈને મોરબી જિલ્લામાં રાહત છે કારણકે હજુ સુધી એકપણ કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા નથી. જે પણ અત્યાર સુધીમાં કેસ આવ્યા તે શંકાસ્પદ હતા અને આ તમામ શંકાસ્પદ કેસો નેગેટિવ જાહેર થયા છે આમ છતાં તકેદારીના ભાગરૂપે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી સહિતની સમગ્ર આરોગ્ય ટીમ સતત ફરજ બજાવી રહી છે.

મોરબી જિલ્લામાં કોરોનાના સંકટને પહોંચી વળવા માટે જિલ્લા પંચાયતના જિલ્લા આરોગ્ય વિભાગના મુખ્ય અધિકારી ડો. જે. એમ. કતીરા સહિતના આઠ અધિકારીઓ, પાંચ સુપરવાઈઝર, જિલ્લા પંચાયત હેઠળના 30 પી.એચ.સી., 5 સી.એચ.સી., 5 અર્બન, 2 સબ ડ્રિસ્ટિકટ હોસ્પિટલના 60 જેટલા એમબીબીએસ ડોકટરો, 47 જેટલા આયુષ ડોકટરો, 48 કોમ્યુનિટી હેલ્થ ઓફિસર, 375 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર, 900 આશાવર્કર, 700 આંગણવાડી વર્કર, 85 ફાર્મસી, 100 જેટલા સફાઈ કામદારો સતત ફરજ બજાવે છે. મોરબી સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન સહિતના 17 મેડિકલ ઓફિસર, 67 નર્સીગ સ્ટાફ, 12 લેબ ટેક્નિશનયન, 4 એક્સ રે ટેક્નિશનયન, 100 સફાઈ કામદારો સહિતનો સમગ્ર સ્ટાફ લોકોને કોરોનાની મહામારોમાંથી બચાવવા માટે સવારે 8 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી અસરકારક ફરજ બજાવે છે.

આઇસોલશેન વોર્ડમાં પણ સ્ટાફ ખડેપગે છે અને આરોગ્ય વિભાગમાં 24 કલાક કંટ્રોલ રૂમ ધમધમે છે. જો કે આમાં લોકોના એવા મુંઝવતા પ્રશ્નો આવે છે કે કોરોના માટે સાવચેત રહેવા શુ કરવું? કોરોનાની દવા આવી છે કે નહીં? અમારી બાજુમાં આઉટ ઓફ કન્ટ્રીના લોકો આવ્યા હોવાની પણ લોકો સામેથી જાગૃત બનીને માહિતી આપે છે. કંટ્રોલ રૂમના નંબર : 02822222849 ઉપર સંપર્ક કરી શકાય છે. આ અંગે રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. વારેવડીયાએ જણાવ્યું હતું કે લોકોને મુંઝવતા હોય તેવા પ્રશ્નો અંગે દરરોજ 200 કોલ્સ આવે છે અને બહારના આવેલા લોકોની પણ માહિતી આપે છે તેમજ 90 જેટલા લોકો પાસેથી બહારથી આવેલા લોકોની માહિતી મળી છે.

- text

કોરોના સામેની લડાઈમાં પોતાના ઘરેથી બહાર રહી સતત ખડેપગે ફરજ બજાવતા આરોગ્ય વિભાગ તેમજ પોલીસ, સફાઈ કર્મીઓ સહિતના તમામ હાલમાં ફરજ બજાવતા સેવા કર્મીઓને મોરબી અપડેટ તમામ મોરબી જિલ્લાના નાગરિકો વતી વંદન કરી તેમની કામગીરીને બિરદાવે છે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text