વાંકાનેરમાં જીવનજરૂરી ચીજવસ્તુઓના વેચાણ કરવાનો સમય નક્કી કરાયો

- text


વાંકાનેર : તાજેતરમાં ફેલાયેલ નોવેલ કોરોના વાઈરસને (COVID-19) સબંધમાં ભારત ગુજરાત સરકારની સુચના મુજબ વાંકાનેર તાલુકામાં કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટે વાંકાનેરમાં જુદા જુદા પ્રકારની આવશ્યક લોક ઉપયોગી ચીજ વસ્તુઓની દુકાનો/દુધ કેન્દ્રો ચાલુ છે તે જગ્યાઓ ઉપર વધારે લોકો ભેગા ન થાય તેમજ લોકોને જીવન જરૂરીયાત ચીજ વસ્તુઓ સરળતાથી મળી રહે તે માટે આવશ્યક ચીજ વસ્તુઓના દુકાનદારો/દુધ કેન્દ્રોનો વેચાણ કરવા અંગેનો સમય નકકી તાલુકા સેવા સદન દ્વારા નક્કી કરવામાં આવ્યો છે.

- text

જેના મુજબ દુધ/ છાસ કેન્દ્ર સવારે 6-30થી 9-30 વાગ્યા સુધી તથા સાંજે 7 થી 9 સુધી, અનાજ – કરીયાણા સવારે 9 થી 12 વાગ્યા સુધી, અનાજ દળવાની ચક્કીઓ સવારે 9 થી 12 વાગ્યા સુધી, શાકભાજીની દુકાનો પાથરણા / ફળોવાળા સવારે 8 થી 10 વાગ્યા સુધી, શાકભાજી લારીવાળા / ફળોની લારી વાળા (ફકત જે શેરી / મહોલ્લા / સોસાયટીમાં ફરતા હોય તેવા) સવારે 8 થી 12 વાગ્યા સુધી તથા જથાબંધ શાકભાજી (હરરાજીમાં આવતા હોય તેવા) સવારે 6 થી 8 વાગ્યા સુધી વેપાર કરી શકશે.


મોરબી જિલ્લાની કોરોના વાયરની સચોટ અપડેટ અને સ્થાનિક સમાચારો માટે Morbi Update ની એપ્લિકેશન ડાઉનલોડ કરો અને મેળવતા રહો પળેપળની અપડેટ…
https://play.google.com/store/apps/details?id=com.morbiupdate.news
તેમજ Morbi Update નું ફેસબુક પેઈજ લાઈક કરી, જુઓ સ્થાનિક સમાચારોની સાથે મોરબીના લાઈવ વિડિઓ…
https://www.facebook.com/morbiupdate/

- text