ટંકારામાં લોકડાઉનને ચુસ્ત બનાવવા કમર કસતી પોલીસ અને મામલતદાર ટિમ : લોકોમાં ગંભીરતાનો અભાવ

- text


 

લોકડાઉનની સ્થિતિમાં પણ લોકો જ્યાં ત્યાં લટાર મારવા નીકળી પડે છે : જાગૃતિની તાતી જરૂરિયાત

ટંકારા : કોરોનાને મહાત કરવા દેશભરમા લોકડાઉન અપાયું છે. ત્યારે ટંકારામા લોકો લોકડાઉનના આદેશનુ પાલન કરવાને બદલે બહાર આંટા ફેરા કરી રહ્યા છે. જ્યારે પોલીસ અને વહિવટીતંત્ર મહામારીથી પ્રજાને બચાવવા કમર કસી રહ્યા છે. અને બીજી તરફ મોટી સંખ્યામાં લોકો ઘરમાં રહેવાને બદલે બહાર ફરી રહ્યા છે. હાલ લોકોએ જાગૃત બનવાની તાતી જરૂરિયાત જણાઈ રહી છે.
દેશ ઉપર કોરોના નામની આવેલી આફત સામે લડવા વડાપ્રધાને જાહેર કરેલ ૨૧ દિવસના લોકડાઉન બાદ ટંકારામા ઉલટી ગંગાનુ ચિત્ર બુધવારે જોવા મળ્યુ હતુ.જેમા પ્રજા લોકડાઉનના આદેશનો ઉલાળીયો કરી વિકટ પરિસ્થિતીમા પણ ગંભીર બનવાને બદલે સમાજના દુશ્મન બની જાહેરમાં ટહેલતા જોવા મળ્યા હતા. તો બીજી તરફ કાયમ ફરજ દરમિયાન સરકારી દફતરના બંને તંત્ર મામલતદાર અને પોલીસ કોરોના વાયરસથી દેશમા વ્યાપેલ સંકટમા વડાપ્રધાનની લોકડાઉનના આદેશ પાછળ છુપાયેલ સંવેદનાને પારખી ગયા હોય ઍમ લોકો ઉપર મંડરાયેલ ખતરાને ટાળવા માટે સતત પ્રયાસ કરતા જોવા મળે છે.બુધવારે લોકોને સંક્રમણથી બચાવવા કિરાણાની દુકાને થતી ભીડથી લોકો ટચમા આવતા હોય ચેપની ભિતીથી પરીસ્થિતી વણસેઍ પૂવૅઁ સલામતી માટે વેપારીઓને સમજાવી દુકાન બહાર જમીનમા સુરક્ષા ચક્ર બનાવી તે ચક્રમા ખરીદી કરવા આવતા ગ્રાહકો ઍક બીજાથી અંતર જાળવે ઍવી વ્યવસ્થા કરી હતી.

- text