હળવદના સુંદરગઢ ગામે બાઇક ભટકાવવા મામલે બે જૂથ વચ્ચે બઘડાટી : સામસામી ફરિયાદ

- text


હળવદ પોલીસે બને જૂથની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી

હળવદ : હળવદના સુંદરગઢ ગામે બાઇક ભટકાવવાની માથાકૂટ મુદ્દે મામલો બીચકાતા બન્ને પક્ષો વચ્ચે મારામારી થઈ હતી. બંને પક્ષના લોકોએ સામસામા હથિયારો લઈને મારામારી કરતા બન્ને પક્ષના કુલ 8 થી વધુ લોકોને ઇજા થઇ હતી. જેમાં બન્ને પક્ષના લોકોએ એકબીજા પર હુમલાઓ કર્યાની સામસામી ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ હળવદના સુંદરગઢ ગામે રહેતા નવઘણભાઇ અવચરભાઇ ખાંભડીયા ઉ.વ.૪૨ એ તે જ ગામે રહેતા વિપુલભાઇ મેરાભાઇ ચરમારી, રાહુલભાઇ મેરાભાઇ ચરમારી, જેરામભાઇ મેરાભાઇ ચરમારી, મેરાભાઇ કમાભાઇ ચરમારી, કુકાભાઇ ગોરધનભાઇ ચરમારી, સવિતાબેન મેરાભાઇ ચરમારી સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૯ ના રોજ સુંદરગઢ ગામે રામજી મંદીર ચોકથી ઝાંપા પાસે બનેલા આ બનાવમાં ફરીયાદીના મોટર સાઈકલ સાથે આરોપી વિપુલભાઇ મેરાભાઇ ચરમારી ભટકાયેલ હોય, જે બાબતેનું મનદુ:ખ હોય જેનો ખાર રાખી આ કામના આરોપીઓઓએ લાકડાના ધોકા, લાકડી હથીયારો ધારણ કરી, આ કામના ફરીયાદીને આરોપીઓએ ડાબા ગાલે તથા ડાબા હાથની આંગળીમાં મુંઢ ઇજા કરી તથા સાહેદ મધુબેન ને જમણાં હાથમાં મસલના ભાગે મુંઢ ઇજા તથા સાહેદ બળવદેવભાઇને જમણાં ગાલે પથ્થર મારી ઇજા કરી તથા સાહેદ વાઘજીભાઇને માથાના ભાગે તથા ડાબા પગે માર મારી ઇજા કરી તથા સાહેદ ધર્મેન્દને પીઠના ભાગે મુંઢ ઇજા કરી તથા સાહેદ વજુભાઇને જમણાં હાથના અંગુઠાના ભાગે ઇજા કરી તથા સાહેદ માનસંગભાઇને ડાબા હાથે તથા સાહેદ ભુપતભાઇને ડાબા હાથની આંગળીઓમાં ઇજા કરી તથા સાહેદ બહાદુરભાઇને માથાના ભાગે તથા ડાબી આંખથી ઉપર કપાળના ભાગે તથા ડાબા હાથના અંગુઠે ઇજા કરી તેમજ આરોપીઓએ છુટા પથ્થરોના ઘા મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

- text

જ્યારે સમાપક્ષના વિપુલભાઇ મેરાભાઇ ચરમારી (ઉ.વ. ૨૬)એ આરોપીઓ નવઘણભાઇ અવચરભાઇ ખાંભડીયા, પ્રવિણભાઇ અવચરભાઇ ખાંભડીયા, બહાદુરભાઇ અવચરભાઇ ખાંભડીયા, દીનેશભાઇ બાલાભાઇ ખાંભડીયા, ભુપતભાઇ બાલાભાઇ ખાંભડીયા, વજુભાઇ બહાદુરભાઇ ખાંભડીયા, રમીલાબેન વજુભાઇ ખાંભડીયા, ધર્મેન્દ્રભાઇ બહાદુરભાઇ ખાંભડીયા, વાઘજીભાઇ બાલાભાઇ ખાંભડીયા, નવઘણભાઇ અવચરભાઇ ખાંભડીયાના પત્નિ, બળદેવભાઇ ભુપતભાઇ ખાંભડીયા, માનસંગભાઇ રામસંગભાઇ ખાંભડીયા, ભુપતભાઇ બાલાભાઇના પત્ની, પ્રવિણભાઇ અવચરભાઇના પત્ની, જયદેવભાઇ નવઘણભાઇ ખાંભડીયા સામે વળતી ફરિયાદ નોંધાવી હતી કે ફરીયાદીને આરોપી નવઘણભાઇ અવચરભાઇ સાથે બાઇક ભટકાવવા બાબતેનું મનદુ:ખ હોય, જેનો ખાર રાખી આરોપીઓએ લાકડાના ધોકા, લોખંડના પાઇપ, લોખંડના સણાંથા, પાવડો જેવા હથીયારો ધારણ કરી ફરીયાદીને આરોપીઓએ જમણાં હાથમાં માર મારી ફેક્ચર જેવી ઇજા કરી તેમજ માથામાં ઇજા કરી તેમજ સાહેદ રાહુલભાઇને માથાના, કપાળના, હોઠના ભાગે ઇજાઓ કરી તથા સાહેદ જેરામભાઇને માથાના ભાગે ઇજા કરી તથા સાહેદ સવિતાબેન ને માથાના ભાગે ઇજા કરી તથા શરીરે મુંઢ ઇજાઓ કરી તથા સાહેદ કુકાભાઇ ગોરધનભાઇને પાછળના ભાગે પાસળીમાં ફેક્ચર ઇજા કરી તેમજ આરોપીઓએ છુટા પથ્થરો મારી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે આ બનાવ અંગે સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text