મોરબીમાં શ્રી રામ મોબાઈલના ઉદ્દઘાટન પ્રસંગે કાલે ગુરૂવારે બ્લડ ડોનેશન કેમ્પ

- text


મોરબી : મોરબીની મધ્યમાં આવેલ રામ મોબાઇલ અને એસેસરીઝનું આવતી કાલે ઓપનિંગ કરવામાં આવશે. તે ઓપનિંગ સેરેમનીમાં રામ ગ્રુપ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ બ્લડ ડોનેશન કેમ્પ આવતીકાલે તારીખ 12ના રોજ સવારે ૧૦ થી ૧૨ કલાક સુધી કલેકટર બંગલાની સામે, શ્રી રામ મોબાઇલ એસેસરીઝ, દુકાન નંબર-1, જલ્યાણ એપાર્ટમેન્ટ, મંગલ ભુવન ખાતે યોજવામાં આવશે. આ બ્લડ ડોનેશન કેમ્પમાં મોરબીવાસીઓને પોતાનું યોગદાન આપી અમૂલ્ય જિંદગી બચાવવા સહભાગી થવા માટે શ્રી રામ ગ્રુપ દ્વારા અપીલ કરવામાં આવી છે.

- text