મોરબીમાં બોર્ડની પરીક્ષાની તૈયારી પૂર્ણ : 25,869 પરિક્ષાર્થીઓ આપશે પરીક્ષા

- text


જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ કરી લેવાઈ : ધો.10 અને 12ના આવેલા પેપરોને સુરક્ષિત રીતે રખાયા

મોરબી : મોરબી જિલ્લામાં જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા ધો. 10 અને 12 બોર્ડની પરીક્ષાની તમામ તૈયારીઓ આટોપી લેવામાં આવી છે. તેમજ પરીક્ષા કેન્દ્રો, બ્લોક અને બિલ્ડીંગમાં સીટ નંબર સહિતની આખરી ઓપની કામગરી ચાલી રહી છે. દરમિયાન આજે આવેલા ધો.10.12 બોર્ડની પરીક્ષાના પેપરોને એકદમ સુરક્ષિત જગ્યાએ રાખી દેવામાં આવ્યા છે. જ્યારે કુલ ઘો. 10, 12ના 25,869 પરિક્ષાર્થીઓ ભયમુક્ત બની એકંદરે શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપે તે માટે સઘન વ્યવસ્થા ગોઠવામાં આવી છે.

ધો. 10, 12 બોર્ડની પરીક્ષા 5 માર્ચે શરૂ થનાર છે. આ બોર્ડની પરીક્ષાની હવે ઘડીઓ ગણાય રહી હોય, તેથી મોરબી જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા છેલ્લા કેટલાક સમયથી બોર્ડની પરીક્ષાની ચાલતી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. દરમિયાન આજે ધો. 10, 12ની બોર્ડની પરીક્ષાના પેપરો મોરબી ઝોન કક્ષા કેન્દ્રમાં આવી પહોંચ્યા છે. આ પેપરોને અહીં રૂમમાં સુરક્ષિત રીતે રાખીને સિલ મારી દેવામાં આવ્યું છે. 53 બિલ્ડીંગના 516 બ્લોકમાં 9 કેન્દ્રો ઉપર 15,628 વિધાર્થીઓ ઘો. 10ની પરીક્ષા આપશે. ધો. 12 સામાન્ય પ્રવાહમાં 27 બિલ્ડીંગ 249 બ્લોક અને 4 કેન્દ્રમાં 7966 વિધાર્થીઓ પરીક્ષા આપશે. ધો. 12 વિજ્ઞાન પ્રવાહમાં 11 બિલ્ડીંગ, 118 બ્લોક અને 3 કેન્દ્રમાં 2274 વિધાર્થીઓ પરીક્ષા આપશે. આમ, કુલ 91 બિલ્ડીંગમાં 883 બ્લોકમાં ધો 10, 12ના 25,869 વિધાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે.

- text

જેમાં આઠ જેટલા લહિયાની અરજી આવી છે. જેમાં ધો.10માં 6 લહિયામાં એક મનોવિકલાંગ, બે અકસ્માતગ્રસ્ત અને ત્રણ નેત્રહીન અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં બે લહિયામાં એક અંધ વ્યક્તિ અને એક વિકલાંગનો સમાવેશ થાય છે. આ વિધાર્થીઓ લહિયાની મદદથી પરીક્ષા આપશે. જ્યારે ધો 10માં કુલ 49 દિવ્યાંગો, ધો.12માં સામાન્ય પ્રવાહમાં 28 જેટલા દિવ્યાંગો અને ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં 3 જેટલા દિવ્યાંગો પરીક્ષા આપશે.

- text