હળવદ : હરિદર્શન હોટલ નજીકથી દારૂ ભરેલી કાર સાથે બે ઝડપાયા

- text


હળવદ પોલીસે ૨૦૪ બોટલ દારૂ, ૧ મોબાઈલ, ૧ કાર, રોકડ મળી કુલ રૂપિયા ૨.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

હળવદ : હળવદ શહેરમાં આવેલ હોટલ હરિદર્શન નજીક આવેલી ચોકડી પરથી પોલીસે દારૂ ભરેલી પસાર થતી એક કારને ઝડપી લઇ, તેમાં સવાર બે બુટલેગરોની પણ અટકાયત કરવામાં આવી હતી. પોલીસે ૨૦૪ બોટલ દારૂ, એક મોબાઈલ, રોકડ રકમ મળી કુલ રૂપિયા ૨.૯૩ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ હળવદ પી.આઈ. સંદિપ ખાંભલાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્કવોર્ડના યોગેશદાન ગઢવી, વિક્રમભાઈ સિહોરા, પ્રવીણભાઈ ભરવાડ, બીપીનભાઈ પરમાર, દેવુભા ઝાલા, મુમાઈ કલોત્રા, અરજણભાઈ ભરવાડ સહિતનાઓ હળવદ હાઇવે પર આવેલ હોટલ હરીદર્શન નજીકની ચોકડી પર પેટ્રોલિંગમાં હોય, તે અરસામાં ધાંગધ્રા તરફથી આવતી આઈ ટ્વેન્ટી કાર નંબર જીજે-૧૬-એપી-૭૦૪૦ શંકાસ્પદ લાગતા તેને અટકાવી તપાસ કરતા તેમાં ઇંગ્લિશ દારૂ ભર્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

- text

જેથી, પોલીસ દ્વારા દારૂ ભરેલી કારને પોલીસ મથકે લઇ આવી, તેમાં તપાસ કરાતા ૨૦૪ બોટલ ઇંગ્લિશ દારૂ કિંમત રૂ. ૮૧,૬૦૦, એક મોબાઈલ કિંમત રૂ. ૫૦૦૯, કાર કિંમત રૂ. બે લાખ, રોકડા રૂપિયા ૬૯૦૦ મળી કુલ રૂપિયા ૨.૯૩,૫૦૦નો મુદ્દામાલ કબજે લઇ બંને બુટલેગર જયદેવભાઈ કરસનભાઈ ડાંગર અને દિનેશભાઈ રામાભાઇ બાલાસરા (રહે. બંને જામનગર) વાળા વિરુધ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. અને તપાસ કરવામાં આવી રહી છે કે આ બંને શખ્સો આ બહોળા પ્રમાણમાં દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો, તેમ સહિતની તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

- text