ટંકારા : તાજી જન્મેલી બાળકીને મરવા માટે તરછોડી દેનાર માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો ઉમેરાયો

- text


ટંકારા પોલીસે કલમ ઉમેરવા માટે કરેલી અરજી કોર્ટે મંજુર કરી

ટંકારા : ટંકારાના નેકનામ ગામે વોકળામાંથી થોડા દિવસો પહેલા એક તાજી જન્મેલી બાળકી ત્યજી દીધેલી હાલતમાં મળી આવી હતી. આ ફૂલ સમાન બાળાનું થોડા સમય પહેલા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જેથી માસુમને મરવા માટે તરછોડી દેનાર નિષ્ઠુર માતા સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો ઉમેરવા કોર્ટે મંજૂરી આપી દીધી હોવાનું જાણવા મળ્યું છે.

ટંકારાના નેકનામ ગામે થોડા દિવસો પહેલા એક તાજી જન્મેલી નવજાત બાળકી મળી આવ્યા બાદ તેનું સારવાર દરમિયાન મોત થવાના કેસની ટંકારા પોલીસે સઘન તપાસ ચલાવી હતી.જેમાં ટંકારા પોલીસે આ અંગે અજાણી માતા સામે 317ની કલમ મુજબ ગુનો નોંધી તેણીને ઝડપી લીધી હતી. પોલીસની તપાસમાં એવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી કે ,આ નિષ્ઠુર જનેતા કુંવારી માતા બનતા પોતાનું પાપ છુપાવવા તાજી જન્મેલી માસુમ બાળકીને ત્યજી દીધી હતી.

- text

માતાની ધરપકડ બાદ તેની સામે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરવા ટંકારા પોલીસે કોર્ટની પરવાનગી માંગી હતી. કોર્ટે સરકારી વકીલ પી.એસ.જોશીની ધારદાર દલીલોને ધ્યાને રાખીને કલમ ઉમેરવાને મંજૂરી આપતા તપાસ અધિકારી બીટ જમાદાર ફિરોઝ ખાને માતા સામે 304ની કલમ ઉમેરીને આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text