મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા વેલેન્ટાઈન ડેની વાત્સલ્ય દિવસ તરીકે ઉજવણી

- text


મોરબી : આજે તા. 14 ફેબ્રુઆરીના રોજ જયારે દેશભરમાં પશ્ચિમી સંસ્કૃતિના તહેવાર વેલેન્ટાઈન ડેની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના ઇન્ડિયન લાયન્સ ક્લબ દ્વારા વેલેન્ટાઈન ડેને વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવાનું છેલ્લા થોડા વર્ષોથી શરુ કરવામાં આવ્યું છે. તેમજ ઇન્ડિયન લાયન્સ ક્લબના નેશનલ ચેરપર્સન આશાબેનબેન પંડ્યાના જન્મદિવસ નિમિત્તે આજે વાત્સલ્ય દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરેલ છે.

- text

આ આયોજનમાં મંદબુદ્ધિ તથા બહેરા-મૂંગા બાળકોને ફ્રૂટ-ચોકલેટ-બિસ્કિટનું વિતરણ કરવાનો કાર્યક્રમ GIDCના ખૂણા ઉપર આવેલ સંસ્થામાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ક્લબના પ્રમુખ ભાવેશ દોશી તથા રિદ્ધિ દોશીની મેરીજ એનિવર્સરી પણ આજે હોવાથી તેઓ દ્વારા આ કાર્યક્રમ સ્પોન્સર કરવામાં આવ્યો હતો.

- text