હળવદ : ઉમીયા ટાઉનશીપ પાસે પાર્ક કરેલી કાર ચોરી થયાની ફરિયાદ

- text


હળવદ : હળવદના ઉમીયા ટાઉનશીપ પાસે પાર્ક કરેલી કારની એક શખ્સે ચોરી કરીને રફુચક્કર થઈ ગયાની કાર માલિકે હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદના ઉમીયા ટાઉનશીપમાં રહેતા અને વેપાર ધંધો કરતા મિલનભાઈ ગણેશભાઈ પટેલ ઉ.વ.૩૪ નામના વેપારીએ હર્ષભાઈ દિપકભાઈ પટેલ રહે હળવદ સામે હળવદ પોલીસ મથકે પોતાની કારની ચોરી કર્યાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત તા.૨૦ થી તા.૮ ફ્રેબ્રુઆરી સુધીના સમયગાળા દરમિયાન હળવદના ઉમીયા ટાઉનશીપમા ફરીયાદીના ઘર પાસે આગળ શેરીમાં ફોર વ્હીલ હોન્ડા ઈમેજ કાર નં.જીજે-૧૩-એએચ-૭૮૪૦ પાર્ક કરી હતી.ત્યારે આરોપી હર્ષભાઈ દિપકભાઈ પટેલે ફરીયાદીની ઘરની બહાર શેરીમા પાર્ક કરેલ ફોર વ્હીલ હોન્ડા ઈમેજ કાર જીજે-૧૩-એએચ-૭૮૪૦ વાળી જેની કિ.રૂ ૬,૫૦,૦૦૦/-ગણી શકાય તેની ઘરેથી ચાવી લઈને ફોર વ્હીલ કારની ચોરી કરીને ફરાર થઈ ગયો હતો. હળવદ પોલીસે આ બનાવની ફરિયાદ નોંધીને આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

- text

- text