ટંકારાની ઓ. આર. ભાલોડીયા કોલેજની કલા મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ

- text


ટંકારા : મોરબી જીલ્લા કક્ષાની કલા મહાકુંભ સ્પર્ધામાં ટંકારાની ઓ. આર. ભાલોડીયા મહિલા સાયન્સ કૉલેજમાં B.Sc.ના સેકન્ડ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ રાસ સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી સમગ્ર જિલ્લામાં કોલેજનુ નામ રોશન કરેલ છે. તેમજ B.com.ના સેકન્ડ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓએ ગરબા સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. આ સ્પર્ધામાં વિજેતા ઘોષિત થનાર દરેક વિદ્યાર્થીનીઓને કોલેજના પ્રિન્સિપાલ ડો. અતુલ માકાસણાએ સર્વે વિદ્યાર્થીનીઓને અભિનંદન આપ્યા હતા અને તેમની આ સિદ્ધિને બિરદાવી હતી.

- text