મોરબી : ડોમા ઈમ્પૅક્સના MDએ રક્તદાન કેમ્પ યોજી જન્મદિવસ ઉજવ્યો

- text


મોરબી : સામાન્ય રીતે, ઘણા લોકો જન્મદિવસ નિમિત્તે કે અન્ય તહેવાર પર સેવાકીય પ્રવૃત્તિ કરી ઉજવણી કરી પુણ્યનું ભાથું બાંધતા હોય છે પરંતુ ‘રક્તદાન એ મહાદાન’એ સૂત્રને અનુસરી પોતાના જન્મદિવસની ઉજવણીમાં અન્ય લોકો પણ સહભાગી બની દાન-પુણ્ય કરી શકે તેમજ જરૂરિયાતમંદને સહાય મળી રહે તેવા હેતુથી ડોમા ઈમ્પૅક્સના MD દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

ડોમા ઈમ્પૅક્સના મેનેજીંગ ડિરેક્ટર જીગ્નેશભાઈ દોશીના જન્મદિવસ પ્રસંગે સંસ્કાર બ્લડ બેંકના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે 94 બ્લડ ડોનર દ્વારા રક્તદાન કરી બહોળી માત્રામાં રક્ત એકઠું કરવામાં આવ્યું હતું. આમ, ડોમા ઇમ્પેક્સ પરિવાર અને સંસ્કાર બ્લડ બેંક પરિવારે જીગ્નેશભાઈના જન્મદિવસની ઉજવણી સેવાકીય પ્રવૃત્તિ દ્વારા કરીને સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય કરેલ છે.

- text